America/ કોરોનાએ કર્યા હાલ બેહાલ, સ્મશાન ગૃહમાં થયા લાશોના ઢગલા

યુ.એસ કોરોનાએ કાર્ય હાલ બેહાલ, સ્મશાન ગૃહમાં થયા લાશોના ઢગલા

Top Stories World

વૈશ્વિક મહામારી કોરોના એ મહાસત્તા અમેરિકાને પણ હચમચાવી દીધું છે. યુ.એસ. માં, કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. વાયરસનો પ્રકોપ એટલો વધી ગયો છે કે અંતિમ સંસ્કાર સ્થળોએ મૃતદેહો માટે જગ્યા બાકી નથી. દક્ષિણ કેલિફોર્નિયામાં અંતિમ સંસ્કાર સ્થળોનું એક સંગઠન કહે છે કે તેઓએ શોકગ્રસ્ત પરિવારોએ સ્મશાનથી પરત ફરવું  પડે છે, હવે અહીં સ્મશાન ગૃહમાં જગ્યા જ વધી નથી. ત્યાં લાશોના ઢગલા પડ્યા છે. અને વન મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હવે જગ્યાનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.

લોસ એન્જલસમાં કોન્ટિનેંટલ ફ્યુનરલ હોમ્સના માગડા મેલ્ડોનાડોએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 40 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું અને મેં ક્યારેય વિચાર્યું નથી કે આવું કંઈ પણ થઈ શકે છે. અમારે પરિવારોને કહેવું પડે છે કે અમે દિલગીર છીએ. હવે અમે તેમના પરિવારને અહીં નહિ સમાવી શકીએ.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, યુ.એસ.માં કોવિડ -19 ને કારણે 350,000 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે દેશમાં બે કરોડથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. મેલ્ડોનાડોએ અહેવાલ આપ્યો છે કે કોંટિનેંટલ અંતિમ સંસ્કાર ગૃહમાં દરરોજ સરેરાશ 30 મૃતદેહો લાવવામાં આવે છે, જે સામાન્ય કરતા છ ગણા વધારે છે. મોટાભાગના અંતિમ સંસ્કાર સ્થળોની આ પરિસ્થિતિ છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટીમાં સંક્રમિત દસ હજાર લોકોના મોત થયા છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…