એશિયા કપ 2023ના સુપર 4માં ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારની મેચ વરસાદને કારણે રોકાઈ ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે પ્રથમ બેટિંગ કરતા ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. આજે રિઝર્વ ડે પર અહીંથી મેચ રમાશે, પરંતુ હવામાન વિભાગે આજે પણ વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન ટીમના બે લોકો જુગાર રમતા ઝડપાયા છે. સોશિયલ મીડિયા પર આને લઈને ચર્ચાઓ થઈ રહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર,પાકિસ્તાન ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર ઉમર ફારુક કલસન અને બોર્ડના જનરલ મેનેજર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ) અદનાન અલી કોલંબોમાં એક કસીનોમાં ગયા હતા, ત્યારે મોટો હોબાળો મચી ગયો હતો. બંને એશિયા કપ 2023માં પાકિસ્તાની ટીમ સાથે છે. આ બંને કસીનોમાં જોવા મળતાં સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં ICCનું એન્ટી કરપ્શન યુનિટ તેની સામે કાર્યવાહી કરી શકે છે.
સોશિયલ મીડિયા પર હડકંપ
પાકિસ્તાનના ઘણા ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા છે. ચાહકો કહે છે કે પીસીબીના અધિકારીઓ આટલા બેદરકાર કેવી રીતે હોઈ શકે? પાકિસ્તાની મીડિયામાં ખળભળાટ મચ્યા બાદ આ બંને અધિકારીઓએ પણ પોતાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે તે બંને ત્યાં જુગાર રમવા માટે નહોતા પરંતુ માત્ર જમવા ગયા હતા. માહિતી અનુસાર, આ બંને વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
આગામી મેચ આજે રિઝર્વ ડે પર રમાશે
આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 2 વિકેટના નુકસાન પર 147 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 8 રન અને કેએલ રાહુલ 17 રન બનાવીને ક્રીઝ પર છે. સાથે રોહિત શર્મા 56 રન અને શુભમન ગિલ 58 રનની અડધી સદી રમીને પેવેલિયન પરત ફર્યા છે. આગળની મેચો આજે રિઝર્વ ડે પર રમાઈ શકે છે.
આ પણ વાંચો: Panchmahal/ ભાજપના ધારાસભ્યએ છંછેડ્યો વિવાદ: કહ્યું-“સ્વામિનારાયણ સંપ્રદાય એ પૈસા ભેગી કરવાની સંસ્થા છે”
આ પણ વાંચો: RSS Chief/ ‘જ્યારે મને Z-પ્લસ સુરક્ષા આપવામાં આવી…’, RSS ના વડા મોહન ભાગવતે પુણે રેલવે સ્ટેશનનો સંભળાવ્યો રસપ્રદ કિસ્સો
આ પણ વાંચો: India-Saudi Arabia/ ઇકોનોમિક કોરિડોરની જાહેરાતથી ખુશ સાઉદી ક્રાઉન પ્રિન્સ, પીએમ મોદી સાથેની બેઠકમાં થઇ આ મહત્વની વાત
