દહેગામ
દહેગામ જિલ્લાના આંબલી ફળીમાં પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. ત્યારે પથ્થરમારામાં 4 મહિલા અને 3 પુરુષ એમ સાત લોકો ઇજાગ્રસ્ત થયા.

ત્યારે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યા હતા. વધુ મામલો બિચકે નહિ તે માટે પોલીસ પોઇન્ટ મુકાયો.

વોર્ડ-3ના કોંગ્રેસી મહિલા કોર્પોરેશન અને સ્થાનિકો વચ્ચે બબાલ થઇ હતી. મહિલા કોર્પોરેટરને લાફો મારતા મામલો બિચક્યો હતો. પોલીસે અટકાયતી પગલા લઈ અને બધાને છોડી મુક્યા હતા..ત્યારે ફરી મામલો વધુ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો હતો.
