Not Set/ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના આ પ્લાન્સ થઈ જશે મોંઘા

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપને બદલે તમે તમારા ફોનનું રિચાર્જ જ એવા પ્લાનથી કરો છો, જે ઓટીટી એપનો મફત એક્સેસ આપે છે,

Business
Untitled 485 જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના આ પ્લાન્સ થઈ જશે મોંઘા

લોકડાઉને આપણને ઓટીટી એપ્સના વ્યસની બનાવી દીધા છે અને આજના સમયમાં ઘણા લોકો આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો ઉપયોગ તો આપણે બધા કરીએ છીએ, તેના પર ઘણી સારી સીરિઝ અને મૂવી જોવા મળી જાય છે. પરંતુ, જો તમે તેના રેગ્યુલર યૂઝર છો તો તમને ઝટકો લાગી શકે છે.

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપને બદલે તમે તમારા ફોનનું રિચાર્જ જ એવા પ્લાનથી કરો છો, જે ઓટીટી એપનો મફત એક્સેસ આપે છે, તો આ સમાચાર તમારા માટે છે. ટૂંક સમયમાં જ એમેઝોનની પ્રાઈમ મેમ્બરશિપ મોંઘી થઈ જશે.

કિંમતોમાં વધારાની અસર માત્ર યૂઝર્સના ખિસ્સા પર જ નહીં, પરંતુ એમેઝાન પ્રાઈમનું ફ્રી સબ્સસ્ક્રિપ્શન આપતી ટેલિકોમ કંપનીઓ પર પણ પડશે. એમેઝોને પોતાના એક પેજમાં જણાવ્યું કે, એમેઝોનએ પોતાના એક પેજમાં જણાવ્યું છે કે, એમેઝોન પ્રાઈમની કિંમતો એ ગ્રાહકો માટે પણ વધશે જે મેમ્બરશિપ મેળવવા માટે પોતાના મોબાઈલ ઓપરેટરોની મદદ લે છે.

આ પણ વાંચો ;વાર-પલટવાર / સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ આરોપ પર કર્યો પલટવાર,જાણો શું કહ્યું….

રટેલ પોતાના 131 રૂપિયા અને 19 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે મફત એમેઝોન પ્રાઈમ આપે છે. કંપનીની પાસે કેટલાક પોસ્ટપેઈડ પ્લાન પણ છે, જે પ્રાઈમ વિડીયો સ્ટ્રીમિંગ એપનું ફ્રી એક્સેસ ઉપલબ્ધ કરાવે છે. 499 રૂપિયા, 999 રૂપિયા અને 1,599 રૂપિયાના પોસ્ટપેઈડ પ્લાન પણ એક વર્ષનું એમેઝોન પ્રાઈમ સબ્સસ્ક્રીપ્શનનું ફ્રી એક્સેસ આપે

વોડાફોન આઈડિયાની વાત કરીએ તો 499 રૂપિયા, 649 રૂપિયા, 699 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1,099 રૂપિયા તેમજ 1,348 રૂપિયાના પોસ્ટપેઈડ પ્લાનના ઈન્ડીવિઝ્યુઅલ અને ફેમિલી પોસ્ટપેઈડ પ્લાન્સ દ્વારા એમેઝોન પ્રાઈમનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે.

આ પણ વાંચો ;સારા સમાચાર / રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ , રૂ. 3500નું બોનસ અપાશે