IPL 2025/ IPL 2025માં આ ખેલાડીઓની સેલેરી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમ કરતા પણ વધુ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ, વિશ્વ ક્રિકેટની સૌથી મોટી ટી20 લીગમાં 6 ખેલાડીઓ એવા છે જેમની આગામી સિઝન માટેનો પગાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને મળેલી ઈનામી રકમ કરતાં પણ વધુ છે.

Trending Sports

IPL 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, જેના માટે ઈનામી રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. ICC એ 2017ની ગત વખતની સરખામણીએ આ વખતે કુલ ઈનામી રકમમાં 53 ટકાનો વધારો કર્યો છે, જેમાં વિજેતા ટીમને અંદાજે 20 કરોડ રૂપિયા મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ICC મોટી ટૂર્નામેન્ટ માટે સતત ઈનામી રકમમાં વધારો કરી રહ્યું છે અને તેની પાછળનું કારણ ક્રિકેટમાં સતત વધતી જતી ફ્રેન્ચાઈઝી આધારિત લીગ છે, જેના કારણે ખેલાડીઓ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પોતાનું અંતર રાખતા જોવા મળી રહ્યા છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ, વિશ્વ ક્રિકેટની સૌથી મોટી ટી20 લીગમાં 6 ખેલાડીઓ એવા છે જેમની આગામી સિઝન માટેનો પગાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને મળેલી ઈનામી રકમ કરતાં પણ વધુ છે.

પંત, અય્યર અને અર્શદીપ સિંહ સહિતના આ ખેલાડીઓનો પગાર ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમ કરતા વધુ છે.

IPLની આગામી 18મી સીઝન માટે યોજાયેલી મેગા હરાજીમાં, ફ્રેન્ચાઈઝીઓએ કેટલાક મોટા ખેલાડીઓ માટે ભારે ખર્ચ કર્યો હતો, જેમાં ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. આ સિવાય પંજાબ કિંગ્સ ટીમનો ભાગ શ્રેયસ અય્યરને KKR દ્વારા 26.75 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી રમતા જોવા મળતા વેંકટેશ ઐયરને KKR દ્વારા 23.75 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી આઇપીએલ 2025 સીઝન માટે હેનરિક ક્લાસેનને રૂ. 23 કરોડમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે IPL 2025ની સીઝન માટે નિકોલસ પુરન અને વિરાટ કોહલીની સેલેરી 21-21 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં આ તમામ 6 ખેલાડીઓનો પગાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ કરતા વધુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ICC એ કરી મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શિખર ધવનને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી

આ પણ વાંચો: ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવી, આ ખેલાડીઓ મેચમાં હીરો બન્યા

આ પણ વાંચો: અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ