/ Delhi Violence/ તેઓ જમીન બચાવવા માટે નહીં પરંતુ રાજનીતિ માટે આંદોલન કરે છે, દીપ સિદ્ધુએ ખેડૂત નેતાઓ પર કર્યા આક્ષેપ

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ખાલસા પંથ નો ઝંડો લગાવનાર લોકોને ભડકાવવા માટે દોષિત પંજાબી સિંગર દીપ સિધ્ધુ એ પોતાને નિર્દોષ ગણાવ્યો છે, સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું અને

India
1

 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ખાલસા પંથ નો ઝંડો લગાવનાર લોકોને ભડકાવવા માટે દોષિત પંજાબી સિંગર દીપ સિધ્ધુ એ પોતાને નિર્દોષ ગણાવ્યો છે, સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું અને રોતા રોતા જણાવ્યું હતું કે “લોકો એ મારો સાથ છોડી દીધો અને મને ગદ્દાર ગણાવ્યો, મને સરકાર અને RSS નો એજન્ટ કરાર આપી દીધો. જો હું એજન્ટ હોત તો ખેતરમાં આ રીતે ભાગતો ફરતો ન હોત. તેમજ કોઈ રિસોર્ટ કે મોટા હોટલમાં હું રોકાયો હોત. હું બધું છોડી અને રસ્તા પર પટાવવા માટે મજબૂર છું”વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઘણું બધું જાણું છું પરંતુ અત્યારે તે બોલવુ યોગ્ય નહીં ગણાય, મને એ પોલીસ પાસે પકડાઇ જવાનો કોઇ ડર નથી બહાર આવી અને સૌનો હિસાબ ચૂકતે કરીશ. તમે લોકોએ એક સીધાસાદા માણસને પકડી અને ગદ્દાર ઠેરવી દીધો છે. જ્યારે લાલ કિલ્લામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા ખેડૂત નેતાઓ પણ ઉપસ્થિત હતા.

Budget 2021 / નાણામંત્રી નિર્મલા સીતારામન આ ક્ષેત્રો માટે કરી શકે છે મોટી જાહેરાતો, ઉદ્યોગોને આશા, રહેશે નજર

દીપ સિદ્ધુ એ જણાવ્યું છે કે પંજાબના લોકો એ મારો સાથ આપ્યો નથી જ્યારે બિહારના મજૂરોએ મને સહારો આપ્યો છે અહીં એક બેહેને મને રાખડી બાંધી અને પોતાનો ભાઈ બનાવ્યો છે. પંજાબના લોકો કરતા તો બિહારના લોકો સારા છે જે મને સહારો આપી રહ્યા છે. સિદ્ધુ એ જણાવ્યું હતું કે મુંબઈના રહેતા રાજદીપ ને શું હાલત થઈ ગઈ છે.તેણે વધુમાં ખેડૂત નેતા ઉપર આક્ષેપ કર્યો હતો કે તેઓ જમીન બચાવવા માટે નહીં પરંતુ રાજનીતિ કરવા માટે ત્યાં બેઠા છે. મને રાજનીતિ કરતા નથી આવડતી એટલે મને ફસાવી દેવામાં આવ્યો છે. હું તો પંજાબના અસ્તિત્વની લડાઈ સમજી અને તેમની સાથે જોડાયો હતો. દીપે વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે તેમના વિરોધ ઘણું બધું છે પરંતુ અત્યારે હું એ ગળી ગયો છું.

GST / બજેટ પહેલા સરકાર માટે ખુશ ખબર, જાન્યુઆરીમાં GST કલેક્શન 1.19 લાખ કરોડને પાર

દીપે એ બાબતનો સ્વીકાર કર્યો છે કે બે દિવસ પહેલા તે પટિયાલા ગયો હતો. ત્યાં પંજાબ પોલીસે તેમને પકડવાની કોશિષ કરી હતી પરંતુ તે બચી ગયો હતો દીપે વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ સિંધુ બોર્ડર પાસે તે ખેતરમાં બેઠેલો છે. ગુરદાસપુરના સાંસદ સનીદેવલ પણ આક્ષેપ લગાવ્યો હતો કે તેણે મારો સાથ છોડી દીધો.મેં જ ચૂંટણીમાં તમારા માટે મત માગ્યા હતા, જે ભાજપ માટે નહીં પરંતુ તમારા માટે માગ્યા હતા.

Budget 2021 / LPG, ઘર, શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતને લઈને નવી જાહેરાતની આશા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…