ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. એક 35 વર્ષીય શખ્સની પોલીસે અટકાયત કરી છે કારણ કે તેણે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દલિત દ્વારા રાંધેલ ખોરાક ખાવાની ના પાડી હતી. અહેવાલો અનુસાર, કુશીનગર જિલ્લાના ખડ્ડા થાણા હેઠળ ભુજૌલી ખુર્દ ગામનો વતની સીરાજ અહમદ 29 માર્ચે દિલ્હીથી પરત આવ્યો હતો અને તે ગામમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેતો હતો અને તે અન્ય 4 લોકો સાથે હતો.
સિરાજ અહેમદે ખાવાની પાડી ના
અહેવાલો અનુસાર, શુક્રવારે રાસોઇયાની ગેરહાજરીમાં, ગામના વડા લીલાવતી દેવીએ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તમામ 5 લોકો માટે ભોજન બનાવ્યું હતું, પરંતુ સિરાજ અહેમદે તેને ખાવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરીને સોમવારે આ શખ્સ વિરુદ્ધ એસસી / એસટી એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગામના વડાએ શુક્રવારે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને તેની સાથે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દેશ દીપક સિંઘ અને બ્લોક વિભાગના અધિકારી રામાકાંતને જાણ કરી હતી.
એસસી / એસટી એક્ટ હેઠળ નોંધ્યો કેસ
ખડ્ડા પોલીસ સ્ટેશનના એસએચઓ આર કે. યાદવે કહ્યું કે સિરાજ સામે એસસી / એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન, શનિવારે સાંજે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય વિજય દુબે ગામના વડીલના ઘરે પહોંચ્યા અને તેમને હાથથી રાંધેલા ભોજનની સેવા કરવા કહ્યું. તેમણે કહ્યું, ‘અસ્પૃશ્યતા એ સામાજિક ગુનો છે, જેને કોઈ પણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
