ભારતમાં કોરોના ઇન્ફેક્શનની ગતિ ઓછી થઇ રહી નથી. રવિવારે દેશમાં કોરોના ચેપનાં કેસો 9000 ને વટાવી ગયા હતા. દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં કોરોના ચેપની સંખ્યા 1,982 પર પહોંચી ગઈ છે. એક માત્ર મુંબઈમાં જ કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,298 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 221 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. દેશમાં કોરોના ચેપનાં કેસ વધીને 9,152 થયા છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 308 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક માત્ર રવિવારે જ રાજ્યોમાં કોરોનાને કારણે 763 નવા દર્દીઓ વધ્યા અને 35 લોકોનાં મોત નીપજ્યાં.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 35 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 308 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 9,152 એ પહોંચી ગઈ છે. જેમા 7,987 સક્રિય કેસનો સમાવેશ થાય છે. વળી 856 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમના ઘરે પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 308 લોકોનાં મોત નીપજ્યાં છે.
Total number of deaths rise to 308, 35 deaths in last 24 hours; India’s total number of #Coronavirus positive cases rises to 9152 (including 7987 active cases, 856 cured/discharged/migrated and 308 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/QdUXat4AMO
— ANI (@ANI) April 13, 2020
જો તમે રાજ્યોની સ્થિતિ પર નજર નાખો તો સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં એક જ દિવસમાં કોરોનાનાં 221 નવા કેસ નોંધાયા હતા અને 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશનાં અન્ય રાજ્યોની તુલનામાં એક માત્ર મહારાષ્ટ્રમાં કોરોના ઇન્ફેક્શનની ઘટનાઓ વધારે છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,982 પર પહોંચી ગઈ છે. એક માત્ર મુંબઈમાં જ કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,298 પર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
