Rajkot News: રાજકોટ(Rajkot)ના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરિઝ(T-20 Series)ની ત્રીજી મેચ આજે રમાશે. રાજકોટના ખંઢેરી પાસે આવેલ સ્ટેડિયમમાં બપોરે 4 થી રાત્રે 1 વાગ્યા સુધી મેચ રમાશે. મેચને પગલે તંત્રએ રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન (Diversion) આપવામાં આવ્યું છે. પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. રાજકોટ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ Dy.SP. સહિત 482 જેટલા પોલીસ તેમજ 400 ખાનગી સિક્યુરિટી ખડેપગે રહેશે.

થોડા દિવસ અગાઉ ભારત અને આર્યલેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ (Cricket) મેચ રમાઈ હતી. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે અને તેનું લાઇવ પ્રસારણ 25 કેમેરા, બે જીમી કેમેરા, બે બગી કેમેરા, એક ડ્રોન અને એક સ્પાઈડર કેમેરાની મદદથી કરવામાં આવશે. આ સાથે, ગ્રાઉન્ડની અંદર ચાર મોટી LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે, જેમાં લોકો લાઈવ સ્ક્રીન જોઈ શકશે. મનોરંજન માટે ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા મેચ દરમિયાન ચોગ્ગા, છગ્ગા કે વિકેટ પડે ત્યારે ડીજે વગાડીને લોકોનું મનોરંજન કરવામાં આવશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનું બગી કેમેરા દ્વારા લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. બગી કેમેરા એક આધુનિક કેમેરા છે, જેની કિંમત પણ લાખોમાં છે. આ કેમેરા મેચ દરમિયાન સમગ્ર મેદાનમાં બાઉન્ડ્રી લાઇન પર 360 ડિગ્રી ફેરવી શકે છે. આ કેમેરા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. સ્પાઈડર કેમેરા એ કેબલ-સસ્પેન્ડેડ કેમેરા સિસ્ટમ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ક્રિકેટ પીચ, ફૂટબોલ મેદાન અથવા ટેનિસ કોર્ટ જેવા રમતગમતના મેદાનો પર થાય છે.
આ પણ વાંચો:રાજકોટના SCA ક્રિકેટ સ્ટેડીયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાશે
આ પણ વાંચો:નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ
આ પણ વાંચો:SCA ના સેક્રેટરી નિરંજન શાહ સહિત 22 લોકો સામે ફરિયાદ, સ્ટેડિયમના બાંધકામને લઇને થઇ ફરિયાદ
