Trending/ Money Heist ની આ અભિનેત્રી છે ભારતીય સંસ્કૃતિની ચાહક, ન માનવામાં આવે તો જોઇ લો આ ફોટો

ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વ સ્વીકારે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિને ભૂલી જાય છે. પરંતુ કેટલાક વિદેશીઓ ત્યાં રહીને પણ ભારતીય સંસ્કૃતિનાં ચાહક રહે છે.

Entertainment
Esther Acebo

ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વ સ્વીકારે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિને ભૂલી જાય છે. પરંતુ કેટલાક વિદેશીઓ ત્યાં રહીને પણ ભારતીય સંસ્કૃતિનાં ચાહક રહે છે. હવે Netflix ની લોકપ્રિય વેબ સીરીઝ Money Heist ની આ અભિનેત્રીને જ લઈ લો.

આ પણ વાંચો – વેક્સિનેશન / ઓસ્ટ્રેલિયાએ વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનાં વિઝા કર્યા રદ, PM એ કહ્યુ- કાયદો બધા માટે સમાન

સ્પેનિશ વેબ સીરીઝે ભારતમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. આ સીરીઝનાં તમામ એપિસોડ અને તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા અને તેની ચર્ચા પણ થઈ હતી. પરંતુ હવે જ્યારે તેના તમામ પાર્ટ રિલીઝ થઈ ગયા છે, તેમ છતાં, Money Heist ની કલાકાર એસ્થર એસેબો (Esther Acebo) હેડલાઇન્સમાં બની રહી છે. જો તમે કારણ જાણશો તો તમને પણ નવાઈ લાગશે. જણાવી દઇએ કે, Esther ની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે હિન્દુ દેવતા ભગવાન ગણેશની તસવીર સાથે જોવા મળી રહી છે. એસ્થર એસેબો, જેને Money Heist માં તેની ભૂમિકા સ્ટોકહોમ માટે જાણીતી છે. હવે એસ્થરની આ તસવીર સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહી છે. જણાવી દઇએ કે, ભગવાનનો ગણેશનો ફોટો તેણે પોતાના ઘરની દિવાલ પર લગાવ્યો છે. એવું લાગે છે કે તે ભગવાન ગણેશ અને ભારતીય સંસ્કૃતિની ચાહક છે. તેમના આ રૂપને જોઈને ભારતીઓ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

આ પણ વાંચો – surendrangagr /  લીંબડીના ઘાઘરેટીયા ગામે પોલીસ અને SRP જવાનોની હાજરીમાં વીજ ચેકિંગ કરી રહેલી PGVCLની ટીમ ઉપર પથ્થરમારો

વાયરલ થઈ રહેલા આ ફોટોમાં મની હેસ્ટની એક્ટ્રેસ ચા કે કોફી બનાવતી જોવા મળી હતી. જો કે, લોકોનું ધ્યાન તેમની દિવાલ પર ભગવાન ગણેશનાં ફોટા પર ગયું હતુ. વિદેશમાં પણ આપણા ભગવાન અને સંસ્કૃતિનું વર્ચસ્વ છે એ જોઈને લોકો ખૂબ ખુશ થયા છે. આ તસવીર વાયરલ થયા બાદ લોકો કહી રહ્યા છે કે અભિનેત્રી ભગવાન ગણેશની ભક્ત છે. વિદેશી અભિનેત્રીને ભારતીય સંસ્કૃતિની ચાહક જોઈને લોકો પોતાની સંસ્કૃતિ પર ગર્વ અનુભવે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ સતત એક વીડિયોનાં સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે જેમાં એસ્થર તેની આધ્યાત્મિક પક્ષ વિશે વાત કરે છે. આ તસવીર @the_wings_2002 નામનાં ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. આ તસવીરો શેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે આ તસવીરો એસ્થરનાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશનનાં સ્ક્રીનશોટ છે. જેમાં તે પોતાના ઘરમાં રાખેલ હિંદુ દેવતા ભગવાન ગણેશની તસવીર સામે ચા પીતી જોવા મળે છે. દિવાલ પર ગણેશજીનું પોસ્ટર છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે એસ્થરને ભગવાન ગણેશમાં કેટલી શ્રદ્ધા છે. હવે તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.