નવી દિલ્લી
4 સપ્ટેમ્બરની તારીખ ઇતિહાસમાં ઘણું મહત્વ સ્થાન ધરાવે છે કેમ કે વર્ષ 1998માં તારીખના દિવસે વાર ગૂગલ કંપની રજિસ્ટર કરવામાં આવી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લૈરી પેજ અને સગઈ બ્રિનએ સાથે મળીને મળીને ગૂગલની સ્થાપના કરી હતી.

જાણીને નવાઈ લાગશે કે ગૂગલનું નામ પહેલા બેકરબ હતું.કોઈ પણ જવાબ પર મદદ કરતું ગૂગલ પહેલા બેકરબના નામથી ઓળખાતું હતું.
શરૂઆતમાં ગૂગલની વેબસાઈટ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની ઓફીસીઅલ સાઈટમાં માત્ર એક પેજ બનાવ્યું હતું.
![]()
ગૂગલના આ નામ પાછળ ગણિતનો એક શબ્દ Googol જવાબદાર છે. જેનો અર્થ 1 ની પાછળ 100 શૂન્ય એમ થાય છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલની પ્રથમ ઓફિસ હતી. પોતાનું કામ ચાલુ રાખવા માટે વૈંકલ્પિક વ્યવસ્થા કરવા પડી હતી, પરંતુ ત્યારે સ્ટેનફોર્ડના આઈટી વિભાગે ફરિયાદ કરી હતી કે આખી બેન્ડવિથ માત્ર ગૂગલ જ વાપરે છે.

આજની તારીખમાં દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ છે.
વર્ષ 2011માં ગૂગલ એક અરબ યુનિક યુસર્સ ધરાવતી સાઈટ બની ગઈ.
શરૂઆતમાં આ કંપનીનું સૂત્ર હતું કે દુનિયાની બધી માહિતીને વ્યવસ્થિત કરવું બધાને ઉપયોગમાં આવી શકે તેમ પહોચાડવી પરંતુ હાલના સમયમાં ઘણી કંપનીએ ગૂગલ પર છેડખાની મામલે ફરિયાદ છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ ગૂગલ પર આરોપ લગાવ્યો છે.
ગૂગલ માત્ર સર્ચ જ નથી કરતું પણ તે ઈ-મેઈલ સેવા જીમેઈલ, ક્લાઉડ કોમ્પ્યુટરિંગ , સોશિયલ નેટવર્કિંગ સાઈટ, ગૂગલ ક્રોમ, ગૂગલ વેબ બ્રાઉઝર જેવી ઘણી પ્રોડક્ટ સાથે અમ્બ્રેલા કંપની આલ્ફાબેટનો ભાગ છે.

ગૂગલે પોતાનું ડોમેઈન Google.com 15 સપ્ટેમ્બર 1997 ના રોજ રજીસ્ટર કરાવ્યું હતું પણ કંપનીએ પોતાનું કામ 1998માં ચાલુ કર્યુંકંપની પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવે છે.
ગૂગલનું હેડ ક્વાટર અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં માઉન્ટેન વ્યુમાં આવેલુ છે.

ગૂગલના હાલના સીઈઓ સુંદર પીચાઈ ભારતીય છે.
