લગ્ન અને ડાન્સને લગતા રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે,જ્યારે કેટલીક વાર રમુજી વીડિયો જોઈને હસવુ આવે છે,ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક છોકરો તેનું ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો છે,પરંતુ આગલી ક્ષણે જ કંઈક એવુ થાય છે,જે જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,એક છોકરો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. જોઈને લાગી રહ્યુ છે આ છોકરો લોકોને પોતાનુ ડાન્સિંગ ટેલેન્ટ બતાવવા માંગે છે.પરંતુ થોડી વાર બાદ આ છોકરો ડાન્સના ચક્કરમાં સ્ટેજ પરથી નીચે પડી જાય છે.લોકોને આ જોઈને ખુબ હસવુ આવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/CUH1w9Tlg8W/?utm_source=ig_web_copy_link
ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લગભગ ત્રણ હજાર લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ડાન્સ બતાવવાના ચક્કરમાં આ શું થયુ ?.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
