ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર એવા દ્રશ્યો આપણને જોવા મળી જાય છે કે તેને જોઇને તમામનાં ચહેરા પર હસી આવી જાય છે. જો કે તાજેતરમાં ક્રિકેટ મેદાન પર આવા દ્રશ્યો ઘણીવાર જોવા મળ્યા છે. જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સીરીઝમાં ત્રણ વખત સુરક્ષાનો ભંગ કર્યા બાદ મેદાન પર પહોંચેલા ઈંગ્લિશ ચાહક જારવોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેનો કેસ હજી સુધી સમાપ્ત થયો નથી, કે હવે ફરી એકવાર ચાલુ મેચ દરમિયાન કંઈક એવુ થયું, જેના કારણે મેચ રોકવી પડી.
આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો, એક્ટિવ કેસ માત્ર 1.16 %
આ વખતે શું થયું છે તે જોઈને તમે ચોક્કસ હસવા મજબૂર થઈ જશો. જણાવી દઇએ કે, શનિવારે ઓલ આયર્લેન્ડ મહિલા ટી 20 કપની સેમીફાઇનલ મેચમાં અચાનક બધાએ એક કૂતરો જોયો જે બેટ્સમેનનાં શોટ રમ્યા બાદ બોલનો પીછો કરી રહ્યો હતો અને બાદમાં બોલને મોઢામાં રાખીને મેદાનમાં દોડવા લાગ્યો હતો. આ કૂતરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મેચ બ્રેડી ક્રિકેટ ક્લબ અને સિવિલ સર્વિસ નોર્થ આયર્લેન્ડ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બ્રેડી ક્રિકેટ ક્લબે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 105 રન લગાવ્યા હતા. મેચમાં ઓછા સ્કોરને કારણે બ્રેડી ક્લબની જીતવાની તકો તદ્દન દેખાતી હતી, પરંતુ આ દરમિયાન વરસાદ પડ્યો, જેના કારણે સિવિલ સર્વિસ ક્લબને ડકવર્થ-લુઈસ નિયમનાં કારણે 12 ઓવરમાં 74 રનનો ટાર્ગેટ મળ્યો.
🐶 Great fielding…by a small furry pitch invader!@ClearSpeaks #AIT20 🏆 pic.twitter.com/Oe1cxUANE5
— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2021
આ પણ વાંચો – નહી સુધરે / ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…
જ્યારે સિવિલ સર્વિસ ક્લબે આ લક્ષ્યનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે તેની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને તેઓએ પ્રથમ છ વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. ત્યારબાદ એબી લેકીએ થર્ડમેન તરફ શોટ રમ્યો. અહીં બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા ફિલ્ડરે બોલ પકડ્યો અને તેને વિકેટકીપર તરફ ફેંકી દીધો. વિકેટકીપરે તુરંત જ બોલ પકડ્યો અને તેને સ્ટમ્પ પર માર્યો, પરંતુ તે અહીં ચૂકી ગઇ અને આ સાથે બોલની શોધમાં દોડતો કૂતરો તુરંત જ તેને પકડી ગયો અને મેદાન પર દોડવા લાગ્યો. બાદમાં સિક્યુરિટી ગાર્ડે કૂતરાને પકડ્યો અને તેને મેદાનની બહાર લઈ ગયા. બ્રેડી ક્લબ આ મેચમાં વિજયી બની હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
