યોગ આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગની સાથે આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. તેથી, આપણે તમામે આપણા જીવનમાં યોગને મહત્વ આપવું જોઈએ અને આપણા દિવસના સમયમાંથી થોડો સમય કાઢી યોગ કરવા જોઈએ. સોશિયલ મીડિયા પર એક યુવતી યોગ કરી રહી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થાય છે.
આ વીડિયોને આઈપીએસ અધિકારી દિપંશુ કબરએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઇને યુવતીના જુસ્સાને વંદન કરી રહ્યા છે.
છોકરીના આશ્ચર્યજનક યોગ
આ વાયરલ વીડિયોમાં એક છોકરી યોગનો વીડિયો કરી રહી છે. આ જોઈને એવું લાગે છે કે જાણે આ છોકરીના શરીરમાં હાડકા નથી. આ છોકરી તેના શરીરને કોઈપણ બાજુ સરળતાથી અને પાછળ ફેરવી રહી છે.
Unbelievable Flexibility!
इस भारतीय #WonderWoman में हड्डियां हैं भी या नहीं? 😅इस बच्ची के लचीलेपन से एक बात तो सिद्ध हो गयी कि #योग से मानव शरीर अपनी हर सीमा तोड़ सकता है. pic.twitter.com/1BR8avyZnl
— Dipanshu Kabra (@ipskabra) January 5, 2021
આઈપીએસ અધિકારીએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો
આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા આઈપીએસ અધિકારી દિપંશુ કબરાએ કેપ્શનમાં લખ્યું છે – “માનવામાં ન આવે તેવું લચીલાપન! આ ભારતીય #WonderWomanમાં હાડકાં છે કે નહીં? ”
એક યૂઝરે લખ્યું – અમેઝિંગ, પછી બીજાએ લખ્યું – અમારાથી નથી થઇ શકતુ. અન્યએ લખ્યું – બાબા રામદેવે પણ તેમની પાસેથી શીખવું જોઈએ.
