Not Set/ વર્લ્ડ યુનીવર્સીટી રેન્કિંગ લીસ્ટમાં ભારતની આ યુનીવર્સીટી છે ટોપ પર

ટાઈમ્સ હાયર એજ્યુકેશન (Times Higher Education (THE) દ્વારા 2019 નાં વર્લ્ડ યુનીવર્સીટી રેન્કિંગ બહાર પાડ્યા છે. પરંતુ કુલ 1250 યુનીવર્સીટીમાંથી આ લીસ્ટમાં ભારતની એકપણ યુનીવર્સીટી ટોપ 250 માં સ્થાન મેળવી શકી નથી. આ લીસ્ટમાં ભારતની તમામ યુનીવર્સીટીમાંથી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગ્લોરનું સ્થાન સૌથી ઉપર છે. ત્યારબાદ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ઇન્દોર આ લીસ્ટમાં સ્થાન […]

Top Stories India World

ટાઈમ્સ હાયર એજ્યુકેશન (Times Higher Education (THE) દ્વારા 2019 નાં વર્લ્ડ યુનીવર્સીટી રેન્કિંગ બહાર પાડ્યા છે. પરંતુ કુલ 1250 યુનીવર્સીટીમાંથી આ લીસ્ટમાં ભારતની એકપણ યુનીવર્સીટી ટોપ 250 માં સ્થાન મેળવી શકી નથી. આ લીસ્ટમાં ભારતની તમામ યુનીવર્સીટીમાંથી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગ્લોરનું સ્થાન સૌથી ઉપર છે. ત્યારબાદ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ઇન્દોર આ લીસ્ટમાં સ્થાન મેળવી શકી છે.

list of world university rankings 2019

આ રેન્કિંગ બુધવારે જાહેર થયાં હતા. આ લીસ્ટમાં ઓક્સફોર્ડ પહેલાં સ્થાને જ યથાવત રહી છે જયારે કેમ્બ્રિજ બીજા સ્થાને છે અને સ્ટેનફોર્ડ યુનીવર્સીટી ત્રીજા સ્થાને છે. ભારત માટે એક સારા સમાચાર છે કે ગયા વર્ષ કરતાં આ લીસ્ટમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટની સંખ્યા 42 થી વધીને 49 થઇ ગઈ છે.

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગ્લોર નું સ્થાન 251 – 300 બેન્ડમાં શામેલ છે. આ લીસ્ટમાં ભારતની યુનીવર્સીટીમાં IIT, ઇન્દોર સેકન્ડ હાઈએસ્ટ સ્થાન પર પહોંચી ગઈ છે. IIT, બોમ્બે 351 – 400 બેન્ડમાંથી બાકાત થઈને 401 -500 બેન્ડમાં આવી ગઈ છે.

ભારતની ટોપ યુનીવર્સીટીમાં હવે પહેલાં સ્થાન પર ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગ્લોર છે અને ત્યારબાદ IIT, ઇન્દોરનું સ્થાન આવે છે. દુનિયાની યુનીવર્સીટીની રેન્કિંગ લીસ્ટમાં આ યુનીવર્સીટીઓએ સ્થાન મેળવ્યું છે.