Ahmedabad Ramol Suicide Case: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી જાહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં આવેલા વન્ડર પોઇન્ટની પાછળ 34 વર્ષીય યુવકે કાચના ટૂકડાથી પોતાના જમણા હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાવી દીધી હતી.
મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા
પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. ઘટના સમયે આસપાસના લોકોએ યુવકને લોહીલુહાણ હાલતમાં જોયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Ramol પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકે કાચના ટૂકડાથી પોતાના હાથ પર ગંભીર કાપા મારી આ અંતિમ પગલું ભર્યું હતું. જોકે, આત્મહત્યાના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં પરીણિતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
આ પણ વાંચો: અમદાવાદમાં નિવૃત્ત PIનો આપઘાત, પરિવારના ત્રાસનો આક્ષેપ
આ પણ વાંચો: અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
