અફઘાનિસ્તાન પર તાલિબાનોનાં કબ્ઝા બાદ ગભરાહટનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દરમિયાન, જલાલાબાદ શહેરમાં તાલિબાનોએ ગોળીબાર કર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનનાં જલાલાબાદ શહેરનાં લોકો તાલિબાનનાં ધ્વજને બદલે ઓફિસો પર અફઘાન ધ્વજને ફરીથી રજૂ કરવાની માંગ કરવા માટે બુધવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ તાલિબાન લડવૈયાઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો.
https://twitter.com/NajeebNangyal/status/1427875461644918791?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427875461644918791%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Finternational%2Ftaliban-fighters-opened-fire-at-the-protesters-demanding-afghan-flag-atop-offices-in-jalalabad-city-634287.html
આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો
તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્ઝો કર્યો ત્યારથી સમગ્ર દેશમાં ભય અને ગભરાહટનું વાતાવરણ છે. લોકો પોતાનો જીવ બચાવવા અહીં ત્યાં દોડી રહ્યા છે. મહિલાઓ તાલિબાનનાં શાસનથી સૌથી વધુ ડરી રહી છે, તેમને ડર છે કે હવે તેમને કામ કરવાનો, શિક્ષણનો અને પ્રગતિનો અધિકાર છીનવી લેવામાં આવશે અને હવે તેમને ગુલામોની જેમ જીવવું પડશે. અફઘાન પુરુષો તાલિબાનનાં ડરથી દેશ છોડીને જઈ રહ્યા છે. વળી ઘણા અફઘાનો પુરુષોએ હિમ્મત કરીને તાલિબાનનો વિરોધ કરતા તાલિબાનનાં ધ્વજને સ્વીકારવાની ના પાડી દીધી અને અફઘાનિસ્તાનનાં ધ્વજ સાથે રસ્તા પર પ્રદર્શન શરૂ કર્યુ હતુ. જે તાલિબાનીઓને પસંદ ન આવ્યુ અને તેમણે આ પ્રદર્શન કરતા લોકો પર ફાયરિંગ શરૂ કરૂ દીધુ. મળી રહેલી માહિતી અનુસાર, આ ફાયરિંગમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગોળીબાર પહેલા હવામાં કરવામાં આવી હતી. જે બાદ તાલિબાનીઓએ ફાયરિંગ કરી બે પ્રદર્શનકારીઓનો જીવ લીધો હતો. જો કે આ ફાયરિંગ વખતે ઘણા અફઘાનીઓ તાલિબાની આતંકીઓને સમજાવતા પણ નજરે ચઠ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કેવી રીતે અમુક લોકો આ તાલિબાનીઓને સમજાવીને તે જગ્યાથી હટી જવાનું કહી રહ્યા છે.
These brave women took to the streets in Kabul to protest against Taliban. They simplify asking for their rights, the right to work, the right for education and the right to political participation.The right to live in a safe society. I hope more women and men join them. pic.twitter.com/pK7OnF2wm2
— Masih Alinejad (@AlinejadMasih) August 17, 2021
આ પણ વાંચો – આતંકનો ઓછાયો / અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો
બીજી તરફ તેમના અધિકારો માટે વિરોધ કરી રહેલી કેટલીક બહાદુર મહિલાઓ આજે કાબુલનાં રસ્તાઓ પર જોવા મળી હતી, જેની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈરાની પત્રકાર મસીહ અલીનેજાદે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ચાર અફઘાન મહિલાઓને તાલિબાન લડવૈયાઓથી ઘેરાયેલા કાબુલની એક શેરીમાં કેટલાક પોસ્ટરો પકડીને જોઈ શકાય છે. જેમને તાલિબાન લડવૈયાઓ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા છે અને તેમની નજીક પણ જઈ રહ્યા છે, પરંતુ મહિલાઓ ડર્યા વગર પોતાની જગ્યાએ ઉભી છે. આ પોસ્ટરો પર મહિલા શિક્ષણ અને અધિકારોની વાતો લખવામાં આવી છે. વીડિયોને ટ્વિટ કરતી વખતે, મસીહ અલીનેજાદે લખ્યું કે, ‘આ બહાદુર મહિલાઓ તાલિબાન સામે વિરોધ કરવા માટે કાબુલમાં રસ્તાઓ પર ઉતરી છે. તેઓ તેમના કામનાં અધિકાર, શિક્ષણનાં અધિકાર અને રાજકીય ભાગીદારીનાં અધિકારની માંગ કરી રહ્યા છે, આશા છે કે દેશનાં વધુ લોકો તેમની સાથે જોડાશે.
