Not Set/ Coronavirus/ અમેરિકામાં સ્થિતિ બની બેકાબુ, દર્દીઓની સંખ્યા 25 લાખને વટાવી ગઇ

અમેરિકામાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 25 લાખને વટાવી ગઈ છે. અમેરિકાનાં ઘણા રાજ્યો આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને તે વિશ્વનાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. સમગ્ર વિશ્વમાં આ રોગની આસપાસ વિવિધ રીતે ડેટાની દેખરેખ રાખી રહેલી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ માહિતી આપી છે કે અમેરિકામાં એવા ઘણા રાજ્યો છે […]

World

અમેરિકામાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 25 લાખને વટાવી ગઈ છે. અમેરિકાનાં ઘણા રાજ્યો આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને તે વિશ્વનાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. સમગ્ર વિશ્વમાં આ રોગની આસપાસ વિવિધ રીતે ડેટાની દેખરેખ રાખી રહેલી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ માહિતી આપી છે કે અમેરિકામાં એવા ઘણા રાજ્યો છે જ્યાં આ ચેપની અસર ખૂબ વધારે છે.

યુનિવર્સિટીનાં જણાવ્યા મુજબ, આ સમયે કોરોના વાયરસનાં 25,00,419 દર્દીઓ છે. વળી સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 43,121 કેસ નોંધાયા છે. શનિવારે આ રોગનાં કારણે 502 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે, મૃત્યુઆંક 1,25,480 પર પહોંચી ગયો છે. જે સમગ્ર વિશ્વમાં કુલ મૃત્યુનો એક ચતુર્થાશ ભાગ છે. કોવિડ-19 થી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 4,95,000 લોકોનાં મોત થયા છે.

અમેરિકાનાં રાજ્ય ફ્લોરિડામાં છેલ્લા 24 કલાકમાં 9,585 લોકો નોંધાયા છે. આ ડેટા એવા સમયે આવ્યો છે જ્યારે ત્યાં લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. અડધા રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જે લોકડાઉનને સમાપ્ત કરવાના નિર્ણયને મોટો ફટકો છે. ટેક્સાસ અને ફ્લોરિડામાં જ્યાં રિપબ્લિકન પાર્ટીનું શાસન છે, બન્ને રાજ્યોનાં ગવર્નર લાંબા સમયથી લોકડાઉનની તરફેણમાં છે અને પ્રતિબંધો અંગે નવી ઘોષણા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.