યુએસ સ્પેસ એજન્સી નાસાનાં બે અવકાશયાત્રીઓ રવિવારે મોડી રાત્રે એક ખાનગી કંપની સ્પેસ એક્સની કેપ્સ્યુલમાં સવાર થઇને સમુદ્રમાં ઉતર્યા છે. મળતી માહિતી મુજબ આ બંને અવકાશયાત્રીઓ લગભગ બે મહિના અવકાશમાં ઉડાન ભર્યા બાદ મેક્સિકોનાં અખાતમાં ઉતર્યા છે. જણાવી દઈએ કે છેલ્લા 45 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે નાસાનાં અવકાશયાત્રીઓ સમુદ્રમાં ઉતર્યા છે. એવું માનવામાં આવે છે કે આ બંને અવકાશયાત્રીઓનાં સફળ પરત પછી, આગામી મહિનાની સ્પેસ એક્સ સુધીની સફર શરૂ થઈ શકે છે.
મળતી માહિતી મુજબ આ અવકાશયાત્રીઓ એક દિવસ કરતા પણ ઓછા સમયમાં અવકાશથી પૃથ્વી પર પહોંચ્યા છે. શનિવારે પરીક્ષણ ફ્લાઇટનાં પાયલોટ ડાઉ હર્લે અને બોબ બેહનકેન અવકાશથી પૃથ્વી તરફ રવના થયા હતા. સ્પેસ એક્સનાં અધિકારીઓએ કહ્યું કે, ધરતી પર પરત આવવા પર આપનુ સ્વાગત છે, સ્પેસ એક્સમાં ઉડાન બદલ આભાર. પાયલોટે આ કેપ્સ્યુલનું નામ ડ્રેગન એન્ડેવર રાખ્યું છે. આ કેપ્સ્યુલ કલાકનાં 28 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આવી, ત્યારબાદ કેપ્સ્યુલ 560 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાતાવરણમાં પ્રવેશી. આખરે કેપ્સ્યુલે મેક્સિકોનાં અખાતમાં 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉતરાયણ કર્યું.
આ કેપ્સ્યુલ જે ઝડપે પૃથ્વી પર પાછી આવી તેની બાહ્ય સપાટી પર ખૂબ ઉંચુ ઘર્ષણ સર્જાયું અને તેનું તાપમાન 1900 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. આટલું જ નહીં, પૃથ્વી પર પાછા ફરતી વખતે, કેપ્સ્યુલ પર 4-5 ગણુ વધુ ગુરુત્વાકર્ષણ શક્તિને અનુભવાઈ. આ કેપ્સ્યુલ દરિયામાં પડ્યો તે સમયે સ્પેસએક્સનું શિપ 40 ક્રૂ સાથે પહેલાથી હાજર હતું. શિપમાં તબીબો, નર્સો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કર્મચારીને કોરોનાને કારણે 14 દિવસ અગાઉથી અલગ રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ઓનબોર્ડ મોકલવામાં આવ્યા હતા.
સ્પેસ એક્સ કેપ્સ્યુલનાં સફળ ઉતરાણ પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટ કરીને વીડિયો શેર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, 45 વર્ષમાં પહેલી વાર અવકાશયાત્રીઓએ સ્પ્લૈશડાઉન કર્યુ છે, તે પોતે જ ખૂબ જ રોમાંચક છે. સ્પેસ એક્સને પહેલા જણાવવામાં આવ્યું હતું કે આપણુ જહાજ અડધા કલાકમાં કેપ્સ્યુલ નજીક સમુદ્રમાં પહોંચશે, ત્યારબાદ કેપ્સ્યુલ ખોલવામાં આવશે અને બંને અવકાશયાત્રીઓની તબીબી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ બંને તેમના ઘર માટે ઉડાન કરશે. આપને જણાવી દઇએ કે આ અગાઉ 24 જુલાઈ 1975 નાં રોજ નાસાનાં અવકાશયાત્રીઓ પાણી પર પાછા ફર્યા હતા, જે પછી હવે અવકાશયાત્રીઓએ સ્પ્લૈશડાઉન કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
