ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત મામલે ચીન સામે વિરોધ દર્શાવતા, લોકોનાં ઘરો સુધી ખોરાક પહોંચાડતી એપ આધારિત ઝોમેટોનાં કેટલાક કર્મચારીઓએ શનિવારે કોલકાતામાં કંપનીની ટી-શર્ટ ફાડી અને તેને આગ ચાંપી દીધી હતી.
બેહલામાં પ્રદર્શન દરમિયાન, તેમાં સામેલ કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે ચીનનાં રોકાણને કારણે તેમણે ઝોમેટોની નોકરી છોડી દીધી છે. વળી, તેમણે લોકોને અપીલ કરી કે ઝોમેટો દ્વારા ખોરાક મંગાવવો નહીં. નોંધપાત્ર વાત એ છે કે, ચીનની કંપની અલીબાબા સાથે સંકળાયેલ એન્ટ ફાઇનાન્શિયલે, 2018 માં ઝોમેટોમાં 21 કરોડ ડોલરમાં ઇન્વેસ્ટ કરી તેના 14.7 ટકા શેર ખરીદ્યા હતા. ઝોમાટોએ તાજેતરમાં એન્ટ ફાઇનાન્સિયલ પાસેથી 15 કરોડ ડોલરની રાશિ એકત્રિત કરી હતી. આ પ્રદર્શનમાં સામેલ લોકોમાંથી એકે વ્યક્તિએ કહ્યું હતું કે, “ચીની કંપનીઓ અહીંથી નફો મેળવી રહી છે અને અમારા સૈન્ય ઉપર હુમલો કરી રહી છે.” તેઓ અમારી જમીન પડાવી લેવા માગે છે. આવું ન થવા દઇએ.”
નોંધપાત્ર રીતે, મે મહિનામાં, ઝોમેટોએ તેના 13 ટકા કર્મચારીઓને, 520 લોકોને કોવિડ-19 રોગચાળાને ટાંકીને તેમને નોકરીમાંથી કાઠી મૂક્યા હતા. આ મામલે ઝોમાટો તરફથી કોઈ તાત્કાલિક જવાબ સામે આવ્યો નથી. તેમજ વિરોધ કરનારા કર્મચારીઓ બરતરફ થયા છે કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
