Not Set/ રામ મંદિર/ નિર્માણની આ હોય શકે છે તારીખ, આવું કહ્યું સાધુ સમાજે

દેશમાં ઐતિહાસીક કહી શકાય તેવો ચૂકાદો સુપ્રીમ દ્વારા આપી દેવામાં આવ્યો છે. અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ પ્રસસ્ત થઇ ચૂક્યો છે ત્યારે સુપ્રીમ દ્વારા 3 મહિનામાં ટ્રસ્ટની રચના કરી આ કામ શરૂ કરી દેવાનાં આદેશો પણ આપવામાં આવ્યા છે. તમામ હકીકતો વચ્ચે રામ મંદિર નિર્માણ શરુ કરવાની તારીખ પણ આવી ગઇ છે. એવું માનવામાં […]

Top Stories India
RamMandirMovement 1 રામ મંદિર/ નિર્માણની આ હોય શકે છે તારીખ, આવું કહ્યું સાધુ સમાજે

દેશમાં ઐતિહાસીક કહી શકાય તેવો ચૂકાદો સુપ્રીમ દ્વારા આપી દેવામાં આવ્યો છે. અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ પ્રસસ્ત થઇ ચૂક્યો છે ત્યારે સુપ્રીમ દ્વારા 3 મહિનામાં ટ્રસ્ટની રચના કરી આ કામ શરૂ કરી દેવાનાં આદેશો પણ આપવામાં આવ્યા છે. તમામ હકીકતો વચ્ચે રામ મંદિર નિર્માણ શરુ કરવાની તારીખ પણ આવી ગઇ છે. એવું માનવામાં આવે છે કે આપવામાં આવેલી આ બેં તારીખોમાંથી એક તારીખે જ રામ મંદિર પુન:નિર્માણ શરૂ કરવામાં આવશે. જી હા આ તારીખ સાઘુ સમાજ દ્રારા આપવામાં આવી છે.

અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે રામમંદિર નિર્માણ અંગે સંત સમાજે બે તારીખ સૂચવી છે. અખિલ ભારતીય સંત સમિતિએ સર્વસંમતિથી કહ્યું છે કે, મંદિરનું નિર્માણ હિન્દુ નવા વર્ષ અથવા તો ભગવાન રામના જન્મદિન – રામનવમીથી શરૂ કરાય. પંચાંગ અનુસાર હિન્દુ નવ વર્ષ ચૈત્ર માસના શુક્લ પક્ષના પડવાથી શરૂ થાય છે. એ 25 માર્ચ 2020થી શરૂ થશે. રામનવમી 2 એપ્રિલે છે. આ બે તારીખો અંગે સંઘ પણ સંમત છે. સંઘના સૂત્રોના જણાવ્યા અનુસાર સંત સમાજની સંમતિથી જ આગળની રૂપરેખા નક્કી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.