Gift/ આ દંપતિને લગ્નમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને ડુંગળીની મળી ગિફ્ટ, વીડિયો જોઇને તમે પણ હસી પડશો…

લગ્નમાં ગિફ્ટ આપવાની પરંપરા ચાલી આવે છે અને લોકો સોશિયલ મીડિયા પર કંઈકને કંઇક અલગ જ કરતા જોવા મળે છે. કેટલીકવાર કપલને ખુલ્લા પૈસા આપવાનો વીડિયો વાયરલ થાય છે, તો કેટલીક વાર કેટલીક મોંઘી ગિફ્ટ આપવાનો વીડિયો વાયરલ થઈ જાય છે. પરંતુ અમે તમને એવો વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જે તમારા માટે અનોખો પણ […]

India

લગ્નમાં ગિફ્ટ આપવાની પરંપરા ચાલી આવે છે અને લોકો સોશિયલ મીડિયા પર કંઈકને કંઇક અલગ જ કરતા જોવા મળે છે. કેટલીકવાર કપલને ખુલ્લા પૈસા આપવાનો વીડિયો વાયરલ થાય છે, તો કેટલીક વાર કેટલીક મોંઘી ગિફ્ટ આપવાનો વીડિયો વાયરલ થઈ જાય છે. પરંતુ અમે તમને એવો વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જે તમારા માટે અનોખો પણ પણ છે. આ જોયા પછી લોકો તેમનું હસવાનું રોકી શકતા નથી.

દેશમાં આ સમયે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. આ શહેરોમાં, પેટ્રોલની કિંમત આસમાન પહોંચી ગઈ છે. આ સાથે, એલપીજી ગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ બધું જોઈને તેના મિત્રોએ તામિલનાડુના એક દંપતીને તેમના લગ્ન સમયે અનોખી ભેટ આપી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, કોઈ પેટ્રોલનો કેન આપે છે, તો કોઇ ગેસ સિલિન્ડર અને કોઇ લગ્નની ગિફ્ટમાં ડુંગળી આપે છે.

અજાણ્યા નંબરમાં ફોન પર વાત કરતા થઇ ગયો પ્રેમ, જ્યારે બંન્ને પહેલી વખત મળ્યા અને કરી લીધા લગ્ન

વીડિયોમાં, તમે જોઈ શકો છો મહેમાનો દંપતી સાથે સ્ટેજ પર ઉભા છે. મહેમાનોના હાથમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને ડુંગળીની માળા જોવા મળી રહી છે અને બધા એક સાથે ઉભા રહીને સ્ટેજ પર ગિફ્ટ સાથે પોઝ આપી રહ્યા છે. આ બધું જોયા પછી દુલ્હન તેના હાસ્યને રોકવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે ઉભા રહેલા લોકો આ વસ્તુનો ખૂબ આનંદ લઈ રહ્યા છે.


આ વીડિયોને સોશિયલ મીડિયા પર એક યૂઝરે શેર કર્યો છે, કેપ્શનમાં લખ્યું છે, ‘પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને ડુંગળી તમિલનાડુમાં એક દંપતીને લગ્નમાં ભેટમાં મળી છે.’ 45 સેકન્ડની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ પોસ્ટ કરી રહ્યા છે.