આપણા દેશમાં જ ઘણી એવી જગ્યાઓ છે જેણે પોતાનામાં જ ઈતિહાસ સમાવી રાખ્યો છે. પણ તેના વિષે ઘણા ઓછા લોકોને જ ખબર છે. એવી જ એક જગ્યા છે આગ્રામાં, જ્યાં રોમાંચ અને આધ્યાત્મનો અનુભવ થઇ શકે છે. અહિયાં ભૂતો દ્વારા બનાવવામાં આવેલા મંદિરની વાતો ઘણી જ રસપ્રદ છે.
રાતોરાત ભૂતોએ બનાવ્યું મંદિર
આગ્રાને લોકો તાજમહેલ માટે ઓળખે છે પણ તે ઉપરાંત પણ અહિયાં ઘણું બધું છે. આ સ્થળમાં એક છે બટેશ્વર જ્યાં યમુનાના કાંઠે 101 મંદિરની શ્રેણી આવેલી છે. આ સ્થાનને છોટે કાશી પણ કહેવામાં આવે છે. બટેશ્વર પાસે એક ભૂતો દ્વારા બનાવવામાં આવેલું મંદિરનો અનોખો ઇતિહાસ છે. આગરા પાસેથી બટેશ્વર તરફ જતા રસ્તા ઉપર ખેડા દેવીદાસ ગામ આવે છે. અહિયાં એક મંદિર છે જેને ભૂતેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. અહિયાં દિવસ રાત અખંડ જ્યોતિ પ્રગટે છે. અહિયાં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરને રાતોરાત ભૂતોએ બનાવીને તૈયાર કર્યું હતું. એટલે રાત સુધી આ સ્થળ ઉપર કાંઈ જ ન હતું પણ સવાર સુધી ત્યાં મંદિર બનીને તૈયાર થઇ ગયું હતું. આગરા પાસેથી બટેશ્વર તરફ જતા રસ્તા ઉપર ખેડા દેવીદાસ ગામ આવે છે. અહિયાં એક મંદિર છે જેને ભૂતેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. અહિયાં દિવસ રાત અખંડ જ્યોતિ પ્રગટે છે. દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરને રાતોરાત ભૂતોએ બનાવીને તૈયાર કર્યું હતું. આ મંદિરનો ઈતિહાસ ઘણો જુનો છે.
શિવલિંગને બાથમાં નથી લઇ શકાતા
આ મંદિર આશરે 700 વર્ષ જુનું જણાવવામાં આવે છે. માન્યતા છે કે ભૂતેશ્વર નામ ક્ષત્રીય લોકોએ એટલા માટે આપ્યું હતું કે, કેમ કે એક દિવસ સવારે અચાનક ગામ લોકોએ રોડથી થોડા અંતરે ખેતરમાં વિશાળ મંદિર બનેલું જોયું હતું. તેમાં શિવલિંગ અને નંદી મહારાજ બિરાજમાન મળ્યા. ગામ લોકોનો દાવો છે કે, આ મંદિર ભૂતો દ્વારા એક રાતમાં બનાવવામાં આવ્યું હતું. તેથી તેનું નામ ભૂતેશ્વર પડ્યું. મંદિરમાં સ્થાપિત શિવલિંગને જો કોઇ બાથમાં લેવા માંગે તો બંને હાથ ક્યારે પણ ભેગા નથી થઇ શકતા. શિવલિંગની સામે નંદી મહારાજ બિરાજમાન છે.
મનોકામના કાગળ ઉપર લખીને મૂકવાની હોય છે
આ મંદિર પાંચ માળનું છે અને દરેક ભાગમાં મૂર્તિ સ્થાપિત કરવાની જગ્યા હતી. સ્થાનિક લોકોનું કહેવું છે મંદિર નિર્માણ થતા થતા સવાર થઇ ગઈ, તેથી તમામ મૂર્તિઓ સ્થાપિત ન થઇ શકી. માન્યતા છે કે જો મંદિરની અંદર કોઈ હથી આર લઈને પ્રવેશ કરે છે તો તે છુટીને પડી જાય છે કે વ્યક્તિ સ્વયં જમીન ઉપર લપસી પડે છે. અહિયાં માનતા માટે લેખિત અરજી કરવી પડે છે. એટલે પોતાની મનોકામના કાગળ ઉપર લખીને મંદિરમાં નિયત સ્થાન ઉપર મૂકી દો તો મનોકામના પૂરી થઇ શકે છે.
આ વિસ્તારની ઓળખ આદ્યાત્મિક ટુરિઝમ ઉપરાંત હેરીટેજ અને ઇકો ટુરિઝમ માટે પણ છે. કેમ કે તે ચંબલ અને યમુનાથી ઘેરાયેલું છે એટલા માટે અહિયાંની ચંબલ સફારી પર્યટકોને આકર્ષે છે. આ વિસ્તારમાં ઘણા જુના કિલ્લા પણ છે જેનો ઈતિહાસ રાજા મહારાજાઓ ઉપરાંત દસ્યુ એટલે બાગીઓ સાથે જોડાયેલો છે. આ કિલ્લો હવે હેરીટેજ તરીકે પર્યટકોને આકર્ષિત કરે છે.
