Not Set/ પીએમ મોદીના પત્નિ જશોદાબહેનની ભુમિકા ભજવશે આ એક્ટ્રેસ

મુંબઇ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપીક પર હાલ તડામાર શૂટીંગ ચાલી રહ્યું છે.પીએમ મોદીના રોલમાં વિવેક ઓબેરોય ભુમિકા ભજવે છે અને ફિલ્મનું પોસ્ટર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. આ વર્ષે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક પણ રિલીઝ થવા જઈ રહી છે,ત્યારે દર્શકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે પીએમ મોદીના પત્નિ જશોદાબહેનના રોલમાં કઇ એકટ્રેસ […]

Uncategorized

મુંબઇ

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપીક પર હાલ તડામાર શૂટીંગ ચાલી રહ્યું છે.પીએમ મોદીના રોલમાં વિવેક ઓબેરોય ભુમિકા ભજવે છે અને ફિલ્મનું પોસ્ટર પણ રીલીઝ કરવામાં આવ્યું છે.

આ વર્ષે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક પણ રિલીઝ થવા જઈ રહી છે,ત્યારે દર્શકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે પીએમ મોદીના પત્નિ જશોદાબહેનના રોલમાં કઇ એકટ્રેસ ભુમિકા ભજવશે.

આ વાત તો સૌ કોઈ જાણે છે કે પીએમ મોદીના પાત્રમાં વિવેક ઓબરોય જોવા મળશે. હવે લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે ફિલ્મમાં બાકીના પાત્રમાં કયા કલાકારો જોવા મળશે. હાલમાં જ એવી જાણકારી સામે આવી કે ફિલ્મમાં પીએમના પત્ની જશોદાબેનના પાત્રમાં એક્ટ્રેસ બરખા બિષ્ટ જોવા મળશે.

પોપ્યુલક ટીવી શો કસૌટી જીંદગી કી,કાવ્યાંજલિ,નામકરણ કે પછી સજન ઘર જાના હૈ..માં રોલ ભજવી ચુકેલી બરખા બિષ્ટ હવે એક વેબ સીરીઝમાં પણ જોવા મળશે.

Image result for barkha bisht

પીએમ મોદીની બાયોપીકમાં જશોદાબહેનની ભુમિકા વિશે બરખા કહે છે કે આ રોલ ચેલેન્જીંગ હશે. આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શૂટિંગ કરીશું અને મેં આ વિશે ઘણું બધું વાંચવાનું શરૂ કરી દીધું છે. આ પાત્ર ખૂબ જ ચેલેન્જિંગ છે કારણ કે જશોદાબેન વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

Image result for jashodaben

ઉલ્લેખનીય છે કે અમદાવાદ બરખા માટે નવું શહેર નથી. તેમના પતિ ઈન્દ્રનીલ સેનગુપ્તા પણ અમદાવાદના રહેવાસી છે.એક્ટ્રેસે ગુજરાતી શીખવાનું શરૂ કર્યુંશહેર વિશે બરખા કહે છે, અમદાવાદ મારા માટે નવું નથી. હું પહેલા પણ ઘણીવાર અહીં આવી ચૂકી છું. મને આ પાત્ર માટે ગુજરાતી બોલતા શીખવું પડશે. આ પાત્રમાં તમને ઘણા શેડ્સ જોવા મળશે. હું હાલમાં માત્ર એટલું કહી શકું છું કે આ ફિલ્મ સાથે જોડાઈને મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.