Not Set/ ઇંધણના ભાવમાં ભલે ઘટાડો થયો, પરંતુ મોંઘવારીમાં ઘટાડો નથી થયો

કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં મોટો ઘટાડો કર્યો છે પરંતુ તેની વિરુદ્ધ અસર જથ્થાબંધ ફૂગાવામાં જોવા મળી. હાલ જથ્થાબંધ ફૂગાવાનો દર પાંચ મહિનાની ટોચે પહોંચી ગયો છે.

Business
જથ્થાબંધ ઇંધણના ભાવમાં ભલે ઘટાડો થયો, પરંતુ મોંઘવારીમાં ઘટાડો નથી થયો

પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા બાદ પણ મોંઘવારી ઓછું થવાનું નામ લેતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં મોટો ઘટાડો કર્યો છે પરંતુ તેની વિરુદ્ધ અસર જથ્થાબંધ ફૂગાવામાં જોવા મળી. હાલ જથ્થાબંધ ફૂગાવાનો દર પાંચ મહિનાની ટોચે પહોંચી ગયો છે.

  • જથ્થાબંધ ફૂગાવો પાંચ મહિનાની ટોચે
  • ઓક્ટોબરમાં જથ્થાબંધ ફૂગાવો 12.54 ટકા
  • સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી 10.66 ટકા

મોંઘવારીના દરેક મોરચે લડી રહેલા આમ આદમી માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે જથ્થાબંધ ઇન્ડેક્સ ફરીથી મોંઘવારીના સંકેત આપી રહ્યો છે. તાજેતરમાં જ જારી કરાયેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર મહિનામાં ફૂગાવો 12.54 ટકાએ પહોંચ્યો છે. જે પાંચ મહિનામાં નવી ટોચે પહોંચી ગયો છે. આ તરફ મે મહિનામાં આ જ સૂચકાંક 13.11 ટકાએ રહેલો હતો. નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 10.66 ટકા હતી અને ખાદ્ય કિંમતોમાં કેટલીક નરમીના કારણે મોંઘવારીનો આંકડો થોડો નરમ હતો.

  • ઓક્ટોબરમાં પેટ્રોલ ડીઝલની ઉંચી કિંમતો જવાબદાર
  • હવે ઘટેલી કિંમત બાદ શું નવેમ્બરમાં મોંઘવારીમાં ઘટશે ?
  • તેલીબિયા અને એલપીજીની વધેલી કિંમત પણ જવાબદાર

ઓક્ટોબરમાં મોંઘવારીના કારણ મુખ્યરીતે તેલીબિયા, પેટ્રોલ-ડીઝલ, એલપીજી વગેરેની ઉંચી કિંમતો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ, ઓક્ટોબર 2021માં મોંઘવારીનો ઉંચો દર મુખ્યત: આ કારણથી છે કે ખનીજ તેલ, બેઝિક મેટલ, ખાદ્ય ઉત્પાદો, કાચુ તેલ અને પ્રાકૃતિક ગેસ, રસાયણ અને રસાયણ ઉત્પાદન વગેરેની કિંમતોમાં વધારો થયો હતો.

રાજકોટ / સફેદ વાઘની વસ્તી વધારવા માટે અહીં શરૂ કરવામાં આવશે બ્રિડિંગ સેન્ટર

Gujarat / રાજ્યના ૩ મહાનગરોના વિકાસ માટે ૬૦૭ કરોડના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Gujarat / રાજ્યના ૩ મહાનગરોના વિકાસ માટે ૬૦૭ કરોડના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ