ખતરો/ વિશ્વને બી 1.617 સ્ટ્રેઇનના ડેલ્ટા વેરિએન્ટથી ખતરો

ડેલ્ટો વેરિએન્ટ થી ખતરો

Top Stories
વેરિએન્ટ વિશ્વને બી 1.617 સ્ટ્રેઇનના ડેલ્ટા વેરિએન્ટથી ખતરો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે કોરોનાના બી .1.617 સ્ટ્રેઇનનું બી1.617.2. તે ચિંતાનો વિષય છે તેને ડેલ્ટા વેરિઅન્ટ નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા વેરિઅન્ટના ઝડપથી ફેલાવાના કિસ્સાઓ વિશ્વભરમાં નોંધાયો છે, જેના કારણે ડબ્લ્યુએચઓ તેની ચિંતા વધી છે અને જેના લીધે તે સતત અભ્યાસ કરી રહ્યો છે.ડબ્લ્યુએચઓએ કહ્યું  કે અન્ય  બે પ્રકારના વેરિએન્ટ  બી .1617.1 અને બી .1617.3 નો ચેપ દર હવે નોંધપાત્ર ઘટાડો થયો છે. બી  1.617  વેરિએન્ટને 11 મેના રોજ ગ્લોબલ કન્સર્નનું એક પ્રકાર જાહેર કરાયું હતું. તે પ્રથમ વખત ભારતમાં જોવા મળ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુસાર, 1 જૂન સુધી કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વના 62 દેશોમાં ફેલાયો છે.

આ ઉપરાંત બી  .1.617.1એટલે કે કપ્પા વેરિએન્ટમાં વૈશ્વિક સ્તરે સંક્રમણના દરમાં ઘટાડો થયા પછી પણ કેટલાક સ્થળોએ આંશિક વધારો દર્શાવ્યો છે, જેના કારણે તેની દેખરેખ પણ કરવામાં આવી રહી છે.તેને  વિવિધ પ્રકાર વેરિએન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તે જ સમયે, બી1.617.3  એ વીઓેઆઇ કે વીઓસી માનવામાં આવ્યું નથી કારણ કે તેમાં સંક્રમણના બહુ ઓછા કેસો જોવા મળ્યા છે.

સોમવારે, ડબ્લ્યુએચઓએ ગ્રીક ગણતરીના આલ્ફા, બીટા, ગામા વગેરેના આધારે કોરોનાના વિવિધ સ્વરૂપોનું નામ આપ્યું છે જેથી તેઓને યાદ રાખવા અને બોલવાનું વધુ સરળ બની શકે છે. નામકરણ કરતી વખતે, આ પ્રકારના નામો  પહેલીવાર જોવા મળ્યાં છે ત્યાં તેમના નામ જોડવાની કાળજી લેવામાં આવી નથી. મહત્વની વાત એ છે કે ગ્રીક નામ વેરિએન્ટના વૈજ્ઞાનિક નામોની જગા લેશે નહી કારણ કે વૈજ્ઞાનિકોએ પહેલાથી જ  તેમના કોડનક્કી કરી લીધા છે તે અતિ મહત્વના છે. અને તેમાં કોઅ જરૂરી માહિતી નથી.