AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી પર આજે કરવામાં આવેલ ફાયરિંગ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હાપુડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએઆ અંગે માહિતી આપી હતી. ઓવૈસી આજે સાંજે ઉત્તર પ્રદેશના મેરઠમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરીને દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર હુમલો થયો હતો.
AIMIM વડા ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના હાપુડમાં દિલ્હી નજીક ટોલ પ્લાઝા પ ર લગભગ 3-4 લોકોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. AIMIM નેતાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમની કારની એક તસવીર પોસ્ટ કરી જેમાં બે બુલેટ હોલ જોઈ શકાય છે. “એક ગોળી મારા વાહનના ટાયરમાં વાગી અને તેમાં પંચર થઈ ગયું. હું તરત જ બીજા વાહનમાં સ્થળ પરથી નીકળી ગયો. અમે બધા સુરક્ષિત છીએ. અલહમદુ’લીલાહ,”
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
ઉલ્લેખનીય છે કે, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે મેરઠથી પરત ફરતી વખતે તેમના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. કાર પર ગોળીઓના નિશાન બતાવતા તેણે કહ્યું, “થોડા સમય પહેલા, છિઝરસી ટોલ ગેટ પર મારી કાર પર ગોળી ચલાવવામાં આવી હતી. 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું.” મીડિયા સાથે વાત કરતા ઓવૈસીએ કહ્યું કે અમે પ્રચારમાંથી પાછા ફરી રહ્યા હતા અને લગભગ 5.30 વાગ્યા હતા. હુમલા પછી, બધા ઇચ્છતા હતા કે હું શક્ય તેટલી વહેલી તકે નીકળી જાઉં. તેમણે કહ્યું કે હથિયાર મળી આવ્યું છે અને એક શૂટરની ધરપકડ કરવામાં આવી છે. મને ખબર નથી કે તે કોણ છે?
ઓવૈસીએ કહ્યું કે પહેલા અમે મેરઠમાં પગપાળા પ્રવાસ કર્યો. અમે નમાજ અદા કરીને ત્યાંથી પાછા ફર્યા ત્યારે પિલખુઆ પાસે હુમલો થયો. ઓવૈસીએ એમ પણ કહ્યું કે અમારી સાથે ચાર વાહનો હતા. અમારી કારની આગળ હાજી સાહેબની ગાડી હતી. ટોલ ગેટની સામે કાર ધીમી પડી હતી, જ્યારે ત્યાંથી અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો. જ્યારે મેં પૂછ્યું કે શું થઈ રહ્યું છે, ત્યારે અમારા સાથીએ કહ્યું કે હુમલો થયો છે.
અમારી કારની ડાબી સાઈટ પર બે બુલેટના નિશાન છે. મડગાર્ડ પર પણ ગોળીઓના નિશાન છે. હુમલા પછી, અમારા ભૂતપૂર્વ ધારાસભ્યએ શૂટરોમાંથી એકના પગ પર કાર મૂકી દીધી હતી. એકે લાલ હુડી પહેરેલી હતી અને એકે સફેદ હુડી પહેરેલી હતી. ઓવૈસીએ કહ્યું કે મારા ઘણા દુશ્મનો છે. આ મામલાની તપાસ કરવાનું કામ મોદી સરકાર, યોગી સરકારનું છે. આ હુમલા પાછળ કોનું મન કામ કરી રહ્યું હતું તે સરકારે શોધી કાઢવું જોઈએ. આ મામલાની તપાસ માટે હું ચૂંટણી પંચને પણ પત્ર લખીશ. ચૂંટણી માથે છે અને આવા સમયે એક સીટીંગ સાંસદ પર હુમલો થયો.
અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે હુમલાખોરોમાં 3 થી 4 લોકો સામેલ હતા, તે બધા તરત જ ત્યાંથી ભાગી ગયા અને હથિયારો ત્યાં જ છોડી દીધા. મારી કારમાં પંકચર થયું, પણ હું બીજી કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. અમે બધા સુરક્ષિત છીએ. અલહમદુલિલ્લાહ. ઘટના બાદ હાપુડ પોલીસે નોઈડાના બાદલપુરના સચિનની અટકાયત કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. સચિનનો પાર્ટનર શુભમ હજુ ફરાર છે, જેની શોધ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી ઓવૈસીના નિવેદનોથી નારાજ હતો.
