Politics/ યૂપીની પંચાયત ચૂંટણીમાં ત્રણ દેવીયોનો આમને-સામને જંગ

હાથરસ વોર્ડમાં ત્રણ મહિલાઓ વચ્ચે જામેલા આ તમાશાની ચર્ચા ગામમાં થાય છે  

India

યુપીની પંચાયત ચૂંટણીમાં એક નવો જ ખેલ જોવા મળ્યો. દેરાણી-જેઠાણી અને બહેન ત્રણે વચ્ચે જંગ જામ્યો છે. હાથરસ વોર્ડમાં ત્રણ મહિલાઓ વચ્ચે જામેલા આ તમાશાની ચર્ચા ગામમાં થાય છે.

વોર્ડ મહિલાઓ માટે અનામત કરવામા આવ્યો તો ડો. અવિને પોતાની પત્નીને ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો

યૂપી પંચાયતની ચૂંટણીમાં જીલ્લાના સૌથી મોટા વોર્ડ નંબર 14 નું રાજકારણમાં નવો મોડ આવી ગયો છે. શનિવારે પૂર્વ સાંસદ સીમા ઉપાધ્યાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ગઇકાલે તેમની દેરાણી અને મુકલ ઉપાધ્યાયની પત્ની ઋતુએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ અહીં સુધી તો બધુ બરોબર હતુ. વોર્ડના રાજકારણે ચર્ચા ત્યારે પકડી જ્યારે ભાજપના નેતા ડો. અવિન શર્માની પત્ની અને રામવીર ઉપાધ્યાય જે રામેશ્ર્વર ઉપાધ્યાયની સાળી છે. તે ક્ષમા શર્માએ ઉમેદવારી નોધાવવા કલેક્ટલ કચેરીએ પહોંચ્યા હતા. હાલમાં તો વોર્ડ નંબર 14 માં કોની જીત થશે તેના કરતા ત્રણ દેવીયોમાંથી ચૂંટણીમાં બાજી કોણ મારશે તેની ચર્ચાએ જોર પકડ્યુ છે.

પંચાયતની ચૂંટણીની જાહેરાત થઇ તે પહેલા જ નક્કી કરવામાં આવ્યુ હતુ. કે વોર્ડ નંબર 14 માંથી ભારતીય અન્ન પુરવઠા વિભાગના સભ્ય અને ભાજપના નેતા ડો. અવિન શર્મા ચૂંટણી લડશે. પરંતુ વોર્ડ મહિલાઓ માટે અનામત કરવામા આવ્યો તો ડો. અવિને પોતાની પત્નીને ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો. ટિકટ મળી જતા ભાજપના પૂર્વ ધારાસભ્ય મુકુલ ઉપાધ્યાયની પત્ની ઋતુને ઉમેદવાર જાહેર કરી દીધી. જેના કારણે ડો. અવિનને ઝટકો લાગ્યો. સાથે જ મુકુલને ટીકીટ મળી જતા ઉપાધ્યાય પરીવારમાં કંકાશ શરૃ થઇ ગયો.

ત્રણ દેવીયો આ રીતે માત્ર પોતાના પતીનો એક્કો સાચો કરવા આમને સામને આવી જશે તેવુ ઓછુ જોવા મળે છે.

વિવાદ એટલો બધો વધી ગયો કે રામવીર ઉપાધ્યાયે પત્ની સીમાને વોર્ડ નંબર 14 માંથી જ  ઉમેદવારી નોંધાવી. જ્યારે ગઇકાલે મુકુલ ઉપાધ્યાયની પત્નીએ પણ ઉમેદવારી નોંધાવી. ત્રણે મહિલાઓ પોતાની દમદાર જીતની વાત કરી રહી છે.

આમ તો રાજકારણમાં આવા બનાવો બનવા સામાન્ય બાબત છે. પરંતુ અત્યાર સુધી બે પુરૃષ કે બે મહિલાઓ આમને સામને લડે તે વાત સાંભળી છે. પરંતુ અંદરો અંદર રીલેશન ધરાવતી ત્રણ દેવીયો આ રીતે માત્ર પોતાના પતીનો એક્કો સાચો કરવા આમને સામને આવી જશે તેવુ ઓછુ જોવા મળે છે.

હવે જોઇએ આગામી 15 તારીખે યોજાનારી આ ચૂંટણી શુ રંગ લાવે છે. કારણ કે વોટીંગને લઇને માત્ર વોર્ડ નંબર 14 જ નહીં પરંતુ સુરક્ષાને લઇને તંત્ર પણ ચીંતીત છે. કારણ કે ત્રણ ઓટલા કે ચોટલા ભેગા થાય તો…

આગામી બીજી મે આ ચૂંટણીનું પરીણામ આ મહિલાઓનું રાજકારણ ભાવિ નક્કી કરશે ત્યાં સુધી કંકાશ અને ચર્ચા ચાલ્યા જ કરવાની.