Tips/ આ રીતે કારના ટાયરની સંભાળ રાખો, કારનું આયુષ્ય વધશે અને રસ્તામાં કોઈ સમસ્યા નહીં આવે

જો વાહનના ટાયરની યોગ્ય રીતે કાળજી ન લેવામાં આવે તો રસ્તામાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને મુકામ સુધી પહોંચવામાં અવરોધો આવે છે. ચાલો જાણીએ ટાયરની સંભાળ કેવી રીતે રાખવી.

Tech & Auto
tmc 15 આ રીતે કારના ટાયરની સંભાળ રાખો, કારનું આયુષ્ય વધશે અને રસ્તામાં કોઈ સમસ્યા નહીં આવે

કાર કે બાઇક બંનેમાં ટાયરની મહત્વની ભૂમિકા હોય છે. જો કોઈ એક ટાયરમાં ઓછી હવા હોય અથવા કોઈ ખામી સર્જાય તો વાહન આગળ વધી શકતું નથી. એટલે જ કહેવાય છે કે ટાયરની સંભાળ ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો આ તરફ ધ્યાન આપતા નથી અને બાદમાં તેમને ભોગવવું પડે છે. અહીં અમે તમને ટાયરની સંભાળ સંબંધિત કેટલીક ખાસ બાબતો જણાવી રહ્યા છીએ જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

યોગ્ય સમયે ટાયર બદલો

ટાયર નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે દર 40 હજાર કિલોમીટર દોડ્યા બાદ ટાયર બદલવું સારું છે. પરંતુ તે ટાયર કેટલું ઘસાયુ છે તેના પર પણ નિર્ભર કરે છે. ઘણી વખત આટલા લાંબા સમય સુધી દોડ્યા પછી પણ ટાયરની સ્થિતિ ઠીક રહે છે. પરંતુ હજુ પણ 50 હજાર કિલોમીટર સુધી દોડ્યા બાદ ટાયર બદલવા જોઈએ. વાહનના નિયમો મુજબ, જો ટાયર બનેલા ખાંચાની ઊંડાઈ 1.6 મીમી કે તેથી ઓછી હોય તો ટાયર બદલવું જોઈએ. સામાન્ય રીતે ટાયરનું આયુષ્ય પાંચ વર્ષનું હોય છે.

કાળજી લો

તમારી પાસે ટુ-વ્હીલર હોય કે ફોર વ્હીલર, અઠવાડિયામાં એકવાર તમામ ટાયરમાં હવાનું દબાણ તપાસો. ટાયરમાં હવાનો જથ્થો કંપની દ્વારા સૂચવ્યા મુજબ રાખો. વધુ કે ઓછી હવા ટાયર માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને આ માઇલેજને ખોટી રીતે પણ અસર કરે છે.

આમ ટાયરની ઉંમર વધશે

દર 5000 કિમીએ વ્હીલ એલાઇનમેન્ટ અને રોટેશન ચેક કરવું જરૂરી છે. આનાથી ટાયરનું આયુષ્ય પણ વધે છે અને વાહનની કામગીરી વધે છે. ટાયર સાફ કરવા માટે પેટ્રોલિયમ આધારિત ડિટર્જન્ટ કે કેમિકલ ક્લીનર્સનો ઉપયોગ કરશો નહીં. ટાયરને પાણીથી સાફ કરી શકાય છે. સમયાંતરે ટાયરમાં અટવાયેલા કાંકરા, અને કાંટા દૂર કરો.

ઓવરલોડ કરવાનું ટાળો

તમારા વાહનમાં ક્યારેય ઓવરલોડિંગ ન કરો, કારણ કે આમ કરવાથી માત્ર ટાયર પર જ ખરાબ અસર થતી નથી પણ વાહનનું આયુષ્ય પર પર અસર કરે છે. કારમાં વધુ સામાન ભરવાથી ઘણા વધુ નુકસાન થઈ શકે છે, જે કારનું જીવન ઘટાડી શકે છે.

Technology / વિશ્વનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર ચાર્જર લોન્ચ, ત્રણ મિનિટમાં આપશે 100 કિમીની રેન્જ

Technology / YouTube રસી વિશે ખોટી માહિતી ધરાવતા તમામ વીડિયો કરશે દૂર, ચેનલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે