Not Set/ નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

પતિ-પત્ની માં નોકજોક થવી એક સામાન્ય વાત છે. નાની નાની વાતો માં બંને વચ્ચે તકરાર થતા જ તે ક્યારે ઝઘડા નું સ્વરૂપ ધારણ કરી લે છે તે ખબર પડતી નથી અને તેમાં પણ જો પત્ની ગુસ્સે થાય જાય તો પતિનું તો આવી જ બને છે. આજે આપણે તમને એવા ટીપ્સ કહીએ છીએ કે તમે તમારા […]

Relationships
angrywife1 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

પતિ-પત્ની માં નોકજોક થવી એક સામાન્ય વાત છે. નાની નાની વાતો માં બંને વચ્ચે તકરાર થતા જ તે ક્યારે ઝઘડા નું સ્વરૂપ ધારણ કરી લે છે તે ખબર પડતી નથી અને તેમાં પણ જો પત્ની ગુસ્સે થાય જાય તો પતિનું તો આવી જ બને છે. આજે આપણે તમને એવા ટીપ્સ કહીએ છીએ કે તમે તમારા પત્નીના ગુસ્સાને ક્ષણભર માં દૂર કરી શકશો અને તમારા સંબંધ હંમેશા જળવાય રહેશે.

angrywife2 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

વારંવાર એવું બને છે કે સાસુ-વહુ ને એકબીજા સાથે બનતું નથી. જેના કારણે તેનો બધા ગુસ્સો તમારા પર નીકળે છે.એ સમયે તેના પર ગુસ્સો કરવાને બદલે તેમને શાંતિથી સાંભળો અને જ્યારે તેઓ શાંત થાય છે, ત્યારે તેમને પ્રેમથી સમજાવો. જો તેની ભૂલ હોય તો પણ, તેને કહો કે તે ખોટું છે, પરંતુ તે દરમ્યાન તેને ખિજાવું નહિ.

angrywife3 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

જો તમારી બંને વચ્ચે કોઈ વાત ને લઇ ને ઝઘડો થયો હોય તો તેનું કારણ લઈને આખો દિવસ એજ વાત ના કરવી.આવી પરિસ્થિતિમાં, બધું નોર્મલ થવાને બદલે ખરાબ થઈ શકે છે. એકવાર ઝઘડો સમાપ્ત થયા પછી ફરી તેના કારણ વિશે દલીલ કરશો નહીં.

angrywife4 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

તમે ચાહો તો મોકો જોઈને ગુસ્સે થયેલ પત્નીને અચાનક ગળે લગાવી લો અને તેને ચુંબન આપો. આવા સંજોગોમાં, તે બધું ભૂલી જશે અને પોતે સામાન્ય બનશે.

angrywife5 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

પત્નીને ગુસ્સો ત્યારે આવે છે જયારે તમે તેની વાતો ને નાટક બનાવો. તેથી તેમની વાત પર ઓવરરિએક્ટ ના કરવું. જો તમને એમ લાગે કે પત્ની નાટક કરી રહી છે, તો તેને સમજવાનો પ્રયાસ કરો અને તેના પર બૂમો ના પાડવી.

angrywife6 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

સૌ પ્રથમ, તેમના ગુસ્સાનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરો. કારણ જાણ્યા પછી, આ પાછળનું કારણ વ્યાજબી લાગે તો તેમની સાથે બેસી ને વાત કરો. જો ભૂલ તમારી હોય તો તેને શાંત કરવા માટે સોરી કહી દો અને જયારે તેમનો ગુસ્સો શાંત થાય ત્યારે તેને સમજાવો.

angrywife7 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

તમારી પત્નીના મૂડને સુધારવા માટે તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો. તેમની સાથે વાત કરો, તેઓ શું કરવા માગે છે, કારણ કે તમે દરરોજ ઓફિસમાં રહો છો અને તેમની સાથે સમય પસાર કરી શકતા નથી. જો તમે તેમને પૂરતો સમય આપો તો અડધો ગુસ્સો એમજ અદૃશ્ય થઈ જશે.

angrywife8 નારાજ પત્નીને મનાવવામાં કામ આવશે આ ટિપ્સ, મહિલાઓએ પોતે જ કહ્યા છે આ રાઝ!!!

ઘરનું સંચાલન કરવું એ સરળ કાર્ય નથી. તે પૂરો દિવસ તમારા માતા-પિતા અને બાળકોની સંભાળ રાખે છે. ઘરની તમામ કામગીરી કરે છે. એવી રીતે, જો તમે તેમને એક જ દિવસ માટે આ બધી વસ્તુઓમાંથી સ્વતંત્રતા આપો તો તેમને તે ગમશે. જો તમે તેમની કાળજી લો તો તેઓ બધું ભૂલી જશે.