Gold And Silver Price Rise: વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ વચ્ચે અમદાવાદના સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી હતી.
બીજી તરફ ચાંદીના ભાવમાં ખાસ ફેરફાર થયો નહોતો અને તે સ્થિર સપાટીએ ટકી રહી હતી. ડોલર સામે રૂપિયામાં થયેલા સુધારાની અસર પણ સ્થાનિક બજારના કારોબાર પર જોવા મળી હતી.
અમદાવાદમાં સોનું ₹1500 મોંઘું
અમદાવાદના બજારમાં આજે 99.9 શુદ્ધતાવાળું સોનું(Gold And Silver Price) ₹1,500 વધીને ₹1,57,000 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે 99.5 શુદ્ધતાવાળું સોનું પણ ₹1,500ના વધારા સાથે ₹1,56,700 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું હતું.
બીજી તરફ અમદાવાદમાં ચાંદીનો(Gold And Silver Price) ભાવ ₹2,30,000 પ્રતિ કિલોગ્રામની સપાટીએ યથાવત રહ્યો હતો.
મુંબઈમાં પણ સોના-ચાંદીમાં મજબૂતી
મુંબઈના બજારમાં 99.9 સોનાનો ભાવ વધીને ₹1,52,113 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 99.5 સોનું વધીને ₹1,51,504 પ્રતિ 10 ગ્રામ થયું હતું.
મુંબઈમાં ચાંદીનો ભાવ પણ વધીને ₹2,32,350 પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોનામાં નજીવો વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સ્પોટ ગોલ્ડમાં 0.6 ટકાનો વધારો(Gold And Silver Price) નોંધાયો હતો અને ભાવ $4,304.71 પ્રતિ ઔંસ રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચર્સ(Gold And Silver Price) પણ આશરે 1 ટકા વધીને $4,340 પ્રતિ ઔંસ પહોંચ્યું હતું.
ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. સ્પોટ સિલ્વર 1.6 ટકા વધીને $64.90 પ્રતિ ઔંસ થયું હતું.
જોકે સમગ્ર સપ્તાહની વાત કરીએ તો સોના અને ચાંદી બંનેમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું.
વ્યાજદર અને ટ્રેઝરી યીલ્ડની અસર
અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો તથા ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેની બદલાતી અપેક્ષાઓએ વૈશ્વિક કિંમતી ધાતુઓના(Gold And Silver Price) બજાર પર દબાણ ઊભું કર્યું હતું.
આ પરિબળોને કારણે સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતા જોવા મળી હતી.
ક્રૂડ ઓઇલમાં શરૂઆતમાં નરમાઈ
આજે ક્રૂડ ઓઇલના ભાવમાં શરૂઆતમાં ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ $104.92 અને યુએસ ક્રૂડ $92.42 આસપાસ રહ્યું હતું.
જોકે મોડી સાંજે બ્રેન્ટ ક્રૂડ વધીને $106.14 અને યુએસ ક્રૂડ $94ની સપાટીએ પહોંચ્યું હતું.
દરમિયાન વૈશ્વિક બજારમાં પ્લેટિનમનો ભાવ $1,781 અને પેલેડિયમનો ભાવ $1,267 પ્રતિ ઔંસ આસપાસ રહ્યો હતો.



