Gujarat Weather News: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે. ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયે મેઘો ત્રાટક્યો હતો, જેને લઈ ગુજરાતના કેટલાય જીલ્લાઓમાં નદીઓમાં પૂર આવ્યું હતું. ડેમ, નદી, સરોવર, નાળા છલકાઈ ગયા હતા. આજે ગુજરાતમાં હવામાન વિભાગે 9 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું હતું. 7 જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. છેલ્લા 24 તાલુકામાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ડાંગનાં વઘઈમાં પોણા ચાર ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. 3 સપ્ટેમ્બરે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain Live Update
હાલ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ વરસાદ ઓઢવમાં બે ઇંચ,વિરાટ નગર,મણીનગરમાં દોઢ ઇંચ વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ વરસાદ મેમ્કોમાં એક ઇંચ, ચકુડીયામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
04.18 PM તાપી
તાપીમાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે. વ્યારાના નવી વસાહત વિસ્તારમાં મોટો બ્રિજ પાણીમાં ગરકાવ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. પુલ સુધી પાણી પહોંચી ગયા હોવાના દ્રષ્યો સામે આવ્યા છે.
04.12 PM નવસારી
નવસારીમાં નદીનાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નદી કાંઠે આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવનાને કારણે નવસારી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારીના વાંસદામાં 13 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
04.07 PM સુરત
સુરતમાં ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદથી પૂરની સ્થિતિ જોવા મળી છે. તાપી જિલ્લાના ડોલવણ ખાતે ભારે વરસાદ પડ્યો છે. ઓલણ નદીના હાલ બે હાલ થવા પામ્યા છે. સામ્બા બોરીયાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પરથી 10 ફુટ પાણી વહી રહ્યા છે. સમ્બા ભોરીયાના સ્મશાન પાણીમાં ગરકાવ થયા છે.
03.42 PM નવસારી
નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં રેતી કાઢવા ગયેલા 12થી 15 મજૂરો ફસાયા હતા અને રેતી કાઢી રહેલ તમામનું રેસ્ક્યુ કરાયું છે.
03.37 PM સુરત
સુરતના મહુવામાં સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. ભારે વરસાદને મહુવા તાલુકામાંથી પસાર ઓલણ નદીમાં પૂર આવ્યું છે. સ્ટેટ હાઇવે વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયો છે. નદીના કાંઠાના ગામને સાવચેત કરાયા છે. બ્રિજ બંધ કરાતા ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત થઈ છે. બ્રિજ બંધ કરાતા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
03.10 PM પાટણ
પાટણના સિદ્ધપુરમાં 6 દિવસ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાંગ્લાસણ, નાગવાસણ, સહિતનામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
03.05 PM મહીસાગર
મહીસાગરનો ભાદર ડેમ 95 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. વરસાદને કારણે 700 ક્યુસેકથી વધુ પાણીની આવક
થઈ છે. જિલ્લાના ચાર તાલુકાની જીવાદોરી સમાન ડેમ ગણાય છે. ડેમ ભરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
02.55 PM નવસારી
નવસારીના વાંસદામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાંસદામાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ઉનાઈમાં પાણી ભરાયા છે. શામળાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે. ઉનાઈ માછીવાડ જવાહર રોડ પર લોકેને અવરજવાર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
02.50 PM
સવારે 6 થી 2 વરસાદ નોંધાયો
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
તાપી | સોનગઢ | 7.60 |
ડાંગ | વાઘઈ | 6.85 |
તાપી | વ્યારા | 6.34 |
નવસારી | વાંસડા | 6.30 |
તાપી | ઉચ્છલ | 5.63 |
તાપી | ડોલવણ | 5.47 |
ડાંગ | સુબીર | 4.61 |
ડાંગ | ડાંગ-આહવા | 3.82 |
તાપી | વાલોડ | 2.64 |
પંચમહાલ | મોરવા (હડફ) | 2.32 |
મહીસાગર | લુણાવાડા | 2.17 |
દાહોદ | લીમખેડા | 1.97 |
છોટાઉદેપુર | જેતપુર પાવી | 1.77 |
દાહોદ | ઝાલોદ | 1.61 |
દાહોદ | સિંગવડ | 1.57 |
સુરત | બારડોલી | 1.57 |
દાહોદ | ફતેપુરા | 1.50 |
નર્મદા | તિલકવાડા | 1.50 |
સુરત | માંડવી | 1.42 |
નર્મદા | ગરુડેશ્વર | 1.30 |
12.27 PM સુરત
સુરત જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ જામી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. બારડોલી, પલસાણા, મહુવામાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા શેરડી, ડાંગરના પાકને ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતો પણ સારા વરસાદથી ખુશ થયા છે.
12.17 PM ડાંગ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે. ચાર કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સહેલાણીઓ મજા માણવા ઘરની બહાર નીકળી પડ્યા છે.
12.15 PM તાપી
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોનગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સપ્તેશ્વર નગર, મેઈન બજાર રોડ પર પાણી ભરાયા છે. ગામડાઓમાં પાણી ભરાતા ગામડાઓ સંપર્કવિહોણા થયા છે. રહેણાક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
12.11 PM વલસાડ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ચાર દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. વાપી સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે.
11.00 AM મહેસાણા
મહેસાણામાં ધરોઈ ડેમની જળસપાટી 609.08 ફૂટ થઈ છે. ઉત્તર ગુજરાતનો ધરોઈ ડેમ જીવાદોરી સમાન ગણાય છે, જ્યાંથી લાખો લોકોને પીવાનું પાણી મળી રહે છે. ડેમમાં 3472 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમમાં જળસંગ્રહ 56.10 ટકા થયો છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે.
10.30 AM
સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
ડાંગ | વાઘાઈ | 5.79 |
તાપી | ઉચ્છલ | 3.19 |
ડાંગ | ડાંગ-આહવા | 3.15 |
તાપી | ડોલવણ | 1.97 |
મહીસાગર | લુણાવાડા | 1.93 |
નવસારી | વાંસડા | 1.77 |
પંચમહાલ | મોરવા (હડફ) | 1.65 |
દાહોદ | ઝાલોદ | 1.61 |
ડાંગ | સુબીર | 1.61 |
દાહોદ | ફતેપુરા | 1.50 |
દાહોદ | સિંગવડ | 1.50 |
તાપી | સોનગઢ | 1.50 |
છોટાઉદેપુર | જેતપુર પાવી | 1.42 |
દાહોદ | લીમખેડા | 1.38 |
નર્મદા | ગરુડેશ્વર | 1.22 |
10.00 AM દાહોદ
દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લીમડી, ઝાલોદ, કારઠમાં વરસાદ જોવા મળ્યો છે. વરોડ, સીમળખેડી, દેપાડા સહિતમાં વરસાદ છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે.
9.48 AM પંચમહાલ
વહેલી સવારથી પંચમહાલ જીલ્લાના ગોધરામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક ફાલાઈ ગઈ છે.
9.41 AM ખેડા
ખેડામાં કપડવંજ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
9.30 AM નર્મદા
નર્મદામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી તિલકવાડા, ગરૂડેશ્વરમાં વરસાદથી પાણી ભરાયા છે.
9.18 AM અમદાવાદ
અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારે વાદળ ચોખ્ખુ દેખાતા લોકોને હાશકારો થયો હતો. જોકે, અચાનક વાતાવરણ બદલાતા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
9.15 AM છોટાઉદેપુર
છોટાઉદેપુરના નસવાડીમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારથી ધુમ્મ્સ ભર્યું વાતાવરણ હોવાથી વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
9.00 AM મહીસાગર
મહીસાગરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. મોડી રાત્રિથી લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ચોતરફ વરસી રહ્યો છે વરસાદ, આજે ભારે વરસાદની આગાહી, થઈ જાઓ સાવધાન!
આ પણ વાંચો:જાણો દેશનું હવામાન…દિલ્હીમાં વરસાદની જોવાઈ રહી છે રાહ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી