Gandhinagar News: નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની (Chief Officer) બદલી કરવામાં આવી છે. જુદી-જુદી સાત નગરપાલિકાઓના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. તળાજા, માંડવી, લીંબડી અને ખંભાતના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ (Urban Development) દ્વારા બદલીનો આદેશ કરવામાં આવ્યા છે. નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. સિદ્ધપુર, સાવલીની સાથે ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર બદલાયા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નગરપાલિકાઓમાં અજમાયશી ચીફ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યની સાત નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. સોજીત્રા, લીમડી, બગસરા અને પાલીતાણામાં નિમણૂક કરવામાં આવી છે. ભાણવડ, માંગરોળ અને જંબુસર નપામાં પણ નિમણૂક કરવામાં આવી છે. શહેરી વિકાસ, શહેરી ગૃહનિર્માણના આદેશના પગલે આ નિમણૂક કરવામાં આવી છે. ભાણવડ, માંગરોળ અને જંબુસર નપામાં પણ અજમાઇશી ચીફ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા 19મી જુલાઈના રોજ રાજ્યની 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી.
રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે આ બદલીઓને મહત્ત્વની માનવામાં આવે છે. શાસક પક્ષે આ બદલીઓ દ્વારા આગામી સમયમાં વધુને વધુ પાલિકાઓ કબ્જે કરવાની દિશામાં દોટ લગાવી છે. આ ઉપરાંત શાસક પક્ષ પોતે જે સ્થળોએ નબળો છે ત્યાં મજબૂત અને સક્ષમ અધિકારીઓને મૂકીને પોતાની છાપ વધારે સારી કરવા માટે આતુર છે. તેથી આ બદલી આ દિશામાં મહત્ત્વનો ભાગ ભજવે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી
આ પણ વાંચો: નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ
