Lifestyle News/ પ્લાઝો-ફ્લોરલનો ટ્રેન્ડ ગાયબ! માર્કેટમાં આવ્યાં ડિઝાઇનર અફઘાની સૂટ, યુવતીઓમાં છવાયો ક્રેઝ!

યુવતીઓ હવે અફઘાની સૂટ(Afghani Suit) ખરીદવાનું પસંદ કરી રહી છે.

Trending Fashion & Beauty Lifestyle

Lifestyle News: કેટલાક સમય પહેલાં સુધી, પ્લાઝો અને ફ્લોરલ સૂટની લોકપ્રિયતા ઘણી વધારે જોવા મળતી હતી. પરંતુ હવે સમય જતાં, અફઘાની ડ્રેસીસ યુવતીઓને ઘણા જ પસંદ પડી રહ્યાં છે. અહીં તમને જોવા મળશે, અનોખી અફઘાની શૈલીના કેટલાંક ટ્રેન્ડી સૂટ!

આજે બજારમાં પ્લાઝો અને ફ્લોરલ ડ્રેસીસનો ક્રેઝ ઘટી ગયેલો જોવા મળે છે, સાથે-સાથે એનું વેચાણ ઘટ્યું છે. એના સ્થાને, યુવતીઓ હવે અફઘાની સૂટ(Afghani Suit) ખરીદવાનું પસંદ કરી રહી છે. હકીકતમાં, અફઘાની ડ્રેસીસ જોવામાં ઘણા જ અલગ તરી આવે છે. આ ઉપરાંત, પહેરવામાં પણ એ અત્યંત આરામદાયક હોય છે. આ જ કારણથી યુવતીઓ એને પહેરવાનું વધારે પસંદ કરી રહી છે.

અફઘાની ડ્રેસને ધારણ કર્યા બાદ તમે તમારા દેખાવને મૉર્ડન લુક પણ આપી શકો છો. જો તમે કામકાજી મહિલા છો અને તમારા પહેરવેશની શૈલીમાં કંઇક નવીનતા લાવવા ઇચ્છો છો તો, અફઘાની સૂટ તમે ખુશીથી અપનાવી શકો છો. કૉલેજ કન્યાઓ માટે તથા હરવા-ફરવા જતી વખતે પહેરવા માટે, અફઘાની ડ્રેસીસ એક ઉત્તમ વિકલ્પ છે.