Not Set/ શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ ટ્રક ડ્રાઇવરે નોંધાવી એફઆઈઆર

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીનની કારનો શનિવારે બપોરે અકસ્માત થયો હતો. શબાના આઝમીની કારમાં ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ હતી. અભિનેત્રી શબાના આઝમી શનિવારે બપોરે મહારાષ્ટ્રના રાયગઢ  જિલ્લાના મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા આ માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ હતી. આ અકસ્માત બાદ શબાના આઝમીને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  જો કે અહેવાલો મુજબ […]

Uncategorized
શબાના શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ ટ્રક ડ્રાઇવરે નોંધાવી એફઆઈઆર

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીનની કારનો શનિવારે બપોરે અકસ્માત થયો હતો. શબાના આઝમીની કારમાં ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ હતી. અભિનેત્રી શબાના આઝમી શનિવારે બપોરે મહારાષ્ટ્રના રાયગઢ  જિલ્લાના મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા આ માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ હતી.

આ અકસ્માત બાદ શબાના આઝમીને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  જો કે અહેવાલો મુજબ અભિનેત્રીની હાલત હવે સ્થિર છે. તે જ સમયે, ટ્રકના ચાલકે શબાના આઝમીની કારના ચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે, આ અકસ્માત દરમિયાન શબાના આઝમીના પતિ જાવેદ અખ્તર પણ તે સમયે તેમની સાથે કારમાં હાજર હતા. જોકે, આ ઘટનામાં તેમને કોઈ ઈજા થઈ નથી.શબાના આઝમીને પાંચ વાર રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1998 માં તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. લિજેન્ડરી એક્ટ્રેસ શબાના આઝમી તેના જબરદસ્ત અભિનય માટે જાણીતી છે. તેણે ‘અંકુર’, ‘અર્થ’, ‘મંડી’ જેવી ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. અમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમણે જાવેદ અખ્તરનો જન્મદિવસ આખા પરિવાર સાથે ઉજવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન