Entertainment/ કંગના રનૌતનાં ઘણાં ટ્વિટ્સને ટ્વીટરે હટાવ્યા, કહ્યું…

કંગના રનૌતનાં ઘણાં ટ્વિટ્સને ટ્વીટરે હટાવ્યા, કહ્યું…

Entertainment

અભિનેત્રી કંગના રનૌતનાં ઘણાં ટ્વિટ્સ પર ટ્વિટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને ટ્વીટર હેન્ડલ પરથી દુર કરવામાં આવ્યા છે.  ટ્વિટર દ્વારા કંગના રનૌત સામે કાર્યવાહી કરવા અંગે નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. ટ્વિટરના પ્રવક્તાએ કંગના સામેની કાર્યવાહી અંગે કહ્યું કે, અમે અમારી સેટ કરેલી નીતિઓનું ઉલ્લંઘન કરનાર ટ્વીટ્સ સામે કાર્યવાહી કરી છે. હાલમાં, તે ટ્વીટ્સની જગ્યાએ લખ્યું છેકે, ‘ટ્વિટર દ્વારા દૂર કરવામાં આવ્યું છે – આ ટ્વિટ હવે ઉપલબ્ધ નથી કારણ કે તે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે.’

Image result for kangana ranaut

કંગના રનૌતે અમેરિકન પોપ સિંગર રિહાન્ના વિરુદ્ધ અનેક ટ્વીટ્સ કરી હતી. આ ઉપરાંત કૃષિ આંદોલન ણે લઈને પણ અનેક ટ્વીટ કરવામાં આવ્યા હતા. ટ્વિટરે આમાંના કેટલાક ટ્વીટ્સ પર વાંધો ઉઠાવ્યો છે અને તેને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધો છે. અગાઉ કંગના રનૌતનાં ટ્વિટર એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેના જવાબમાં કંગના રનૌતે કહ્યું કે તે પીછેહઠ કરશે નહીં અને નવી ફિલ્મોમાં તેની રાષ્ટ્રવાદી લુકમાં જોવા મળશે. ખેડૂત આંદોલનથી લઈને સુશાંતસિંહ રાજપૂતનાં મોત સુધીની બાબતે કંગના રનૌત સ્વછંદતા થી બોલવા માટે ચર્ચામાં છે.

Political / આમઆદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ

Political / સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે

Election / ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…