Gandhi Jayanti/ ગાંધી જયંતિના દિવસે ટ્વીટર પર ટ્રેન્ડ થયું “ગોડસે જિંદાબાદ”, વરુણ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સફાઈ કર્મચારી સુધીના લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ ગોડસે જિંદાબાદ” નો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.

India

રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીએ બ્રિટીશ સામ્રાજ્ય સામે અહિંસક રીતે લડત ચલાવીને દેશને આઝાદી અપાવી છે. સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીની હત્યા એક માથાફરેલા કટ્ટરપંથી નાથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી,1948 ના દિવસે સંધ્યાકાળે પ્રાર્થના સભામાં જતી વેળાએ કરી દીધી હતી. ગોડસેના જણાવ્યા મુજબ, મહાત્મા ગાંધી એક ધર્મ વિશેષ અને પાકિસ્તાનના હિમાયતી હતી. બે ઓક્ટોબરના રોજ જ્યારે ગાંધી જયંતિ મનાવવામાં આવી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સફાઈ કર્મચારી સુધીના લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ ગોડસે જિંદાબાદ” નો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.

મહાત્મા ગાંધીના જન્મદિવસે તેમના હત્યારા નાથૂરામ ગોડસે અને કટ્ટરપંથી વિચારધારા રાખનારાના સમર્થનમાં ટ્રેન્ડ થવોએ કોઈ નવી વાત નથી. તેમના જન્મદિવસે અને તેમની પુણ્યતિથિ નિમિતે એમ વર્ષમાં બે વાર તો આ પ્રજા ટ્રેન્ડ કરતી જ હોય છે. તેમને આ ટ્રેન્ડ ચલાવતી વેળાએ કોઈપણ પ્રકારનો ડર પણ લાગતો નથી. તેમના મનમાં જે આવે તેવી રીતે પોતાની વાત લખી દેતા હોય છે.

આ મુદ્દે ભાજપ સાંસદ વરુણ ગાંધીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું હતું કે, જે લોકો આ પ્રકારનો ટ્રેન્ડ કરી રહ્યા છે તે દેશને ગેર વ્યાજબી ગણાવે છે અને તેઓ દેશને તથા દેશના નાગરિકોને નીચા પાડવાના પ્રયત્નો કરે છે.

વરુણ ગાંધીએ ટ્વીટ કરીને પણ લખ્યું છે કે, ભારત હમેશા પહેલેથી જ આધ્યાત્મિક દેશ રહ્યો છે. પરંતુ આ મહાત્માએ કે જેણે આપણા રાષ્ટ્રના આધ્યાત્મિક વિચારને પોતાના અસ્તિત્વના માધ્યમથી વ્યક્ત કર્યા અને એક નૈતિક અધિકાર આપ્યો જે આજે પણ દેશની સૌથી મોટી તાકાત છે.

 

ટ્વીટર પર ટ્રેન્ડ થતાં હિમાંશુ વશિષ્ઠ નામના યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે,

 

 

એક યુઝરે ગાંધીજીની હત્યા બાદ ગોડસેની કોર્ટમાં ચાલી રહેલી મુદતોનો ફોટો શેર કરી તેને સારો ફોટો ગણાવ્યો હતો જેમાં નાથૂરામ ગોડસે, માધવ સદાશિવ ગોળવળકર અને વિનાયક દામોદર સાવરકર સાથે બેઠા છે.

 

બીજા યુઝરે હર ઘર ગોડસે, અબ ઘર ઘર ગોડસે પોસ્ટર શેર કર્યું હતું.

વિજેતા હિંદુ નામના યુઝરે જયશ્રી રામની સાથે નાથૂરામ ગોડસે જિંદાબાદને શેર કર્યું હતું.

 

એક યુઝરે તો ફોટોશોપ દ્વારા ગાંધીજીના ક્વોટએ એવી રીતે ફેરવી તોળ્યું કે જે ગાંધીજીએ ક્યારેય એવું કહ્યું નથી.