પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બદલ દિલ્હી પોલીસે જમ્મૂ કાશ્મીરથી 2 લોકોની ધરપકડ કરી છે, જેમા ખેડૂત અગ્રણી નેતા સામેલ છે. કેન્દ્રના ત્રણ નવા કાયદાઓ વિરુદ્ધ ટ્રેક્ટર રેલી કાઢી હતી, જમ્મૂ એન્ડ કાશ્મીર યૂનાઇટેડ કિસાન ફ્રન્ટના અધ્યક્ષ મોહિંદર સિંહ 26 જાન્યુઆરીની હિંસાના મામલામાં જમ્મૂથી અટકાયત કરેલા પહેલા વ્યક્તિ હતા. જમ્મુ શહેરના ચાઠાનો રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે તેમની અટકાયતમાં કરવામાં આવી હતી અને તાત્કાલિક પૂછપરછ માટે દિલ્હી લઈ ગયા હતા.

મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા થઈ હતી અને કેટલાક વિરોધીઓએ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ પણ લગાવી દીધો હતો. સિંઘના પરિવારે તેમને નિર્દોષ ગણાવ્યા હતા અને તાત્કાલિક છૂટા કરવામાં આવે તેવી માંગ કરી હતી. મોહિન્દર ઉપરાંત દિલ્હી પોલીસે જમ્મૂમાંથી મનદીપ સિંહની ધરપકડ કરી છે. બંનેને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
Delhi Police Crime Branch has arrested two key wanted accused from Jammu, in connection with 26th January violence at Red Fort pic.twitter.com/1xfrJtrY0u
— ANI (@ANI) February 23, 2021
આ આરોપ હેઠળ લાલ કિલ્લા હિંસાના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ
મોહિન્દરસિંહની પત્નીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓએ મને કહ્યું હતું કે જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિક્ષકે તેઓને બોલાવ્યા છે અને તેઓ ગાંધીનગર પોલીસ સ્ટેશન જઇ રહ્યા છે. બાદમાં, તેનો ફોન બંધ થવા લાગ્યો. પૂછપરછ કરતાં મને ખબર પડી કે તેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને દિલ્હી લઈ જવામાં આવ્યા છે. ” તેણે દાવો કર્યો હતો કે જ્યારે હિંસા થઈ હતી, ત્યારે તેના પતિ લાલ કિલ્લા પર ન હતા, પરંતુ દિલ્હીની સરહદે હતા. તેમણે કહ્યું, “તેઓ એસએસપી પાસે એકલા ગયા કારણ કે તેમને કોઈ ડર નહોતો. તેણે કંઇ ખોટું કર્યું નથી.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
