મહીસાગરના સંતરામપર તાલુકાનાં કેણપુર ગામમાં સ્વતંત્ર પર્વમાં દુઃખદ ઘટના સામે આવી છે. ધ્વજવંદનનાં કાર્યક્રમ દરમિયાન કરંટ લાગતા બે બાળકોના મોત નિપજ્યા છે. ગામની હાઈસ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન ધ્વજવંદનનાં થાંભલાને વીજવાયર અડતા વિદ્યાર્થીઓને કરંટ લાગતા બંને બાળકોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
શાળા પ્રશાસન દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે રંગે ચંગે આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન માટેનાં પોલને શણગારવામાં આવેલો અને અકસ્માતે પોલ સાથે જીવતો વીજવાયર જોડાઇ જતા આ ગોઝારી ઘટના બની હતી. ઘટનાનાં પગલે ગામમાં સોંપો પડી ગયો હતો અને ઉત્સવનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
