Aandhra Pradesh News/ ભારતમાં ફરી કોરોનાની દસ્તક? આંધ્રના કડપ્પામાં 8 એક્ટિવ કેસ, 2ના મોત બાદ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ

આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં કોરોના વાયરસના 8 એક્ટિવ કેસ અને બે દર્દીઓના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે. રાજ્ય સરકારે સર્વેલન્સ, ટેસ્ટિંગ અને આઇસોલેશનની વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવા સૂચના આપી છે.

Top Stories India Breaking News
corona

Andhra Pradesh News: આંધ્ર પ્રદેશના વાયએસઆર કડપ્પા જિલ્લામાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં 8 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે બે દર્દીઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સર્વેલન્સ અને સાવચેતીના પગલાં વધુ કડક બનાવ્યા છે.

 ભારતમાં ફરી કોરોના (Corona)ની દસ્તક! આંધ્ર પ્રદેશમાં 2 દર્દીઓના મોત

આંધ્ર પ્રદેશના વાયએસઆર કડપ્પા (Kadapa)જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના 8 એક્ટિવ કેસ નોંધાયા છે. રાજમપેટ વિસ્તારના 52 વર્ષીય વ્યક્તિ અને કડપ્પાના 43 વર્ષીય અન્ય એક દર્દીનું સારવાર દરમિયાન મોત (Covid Deaths)થયું હતું. બંને દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

મેડિકલ વિદ્યાર્થી સહિત અન્ય દર્દીઓ સારવાર હેઠળ

કડપ્પા મેડિકલ કોલેજના 25 વર્ષીય વિદ્યાર્થીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તેની હોમ આઇસોલેશનમાં સારવાર ચાલી રહી છે. જિલ્લામાં અન્ય દર્દીઓ પર પણ આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે. સંક્રમણના પ્રકારની ઓળખ માટે નમૂનાઓ જીનોમ સિક્વેન્સિંગ માટે પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ એક્શનમાં, ખાસ ટીમો તૈનાત

બે મોત બાદ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરી છે. આશરે 40 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 18 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસનને સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સંપર્કમાં આવેલા લોકોની તપાસ વધુ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.

સમગ્ર આંધ્ર પ્રદેશમાં એલર્ટ, લોકોને સાવચેત રહેવાની અપીલ

કડપ્પામાં કેસ સામે આવ્યા બાદ સમગ્ર આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તમામ હોસ્પિટલોને આઇસોલેશન વોર્ડ, પૂરતા બેડ અને જરૂરી સારવારની વ્યવસ્થા તૈયાર રાખવા કહેવામાં આવ્યું છે. સાથે જ લોકોને ગભરાવા નહીં પરંતુ સાવચેત રહેવા, સ્વચ્છતા જાળવવા, ભીડવાળા સ્થળોએ માસ્ક પહેરવા અને તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: આધ્ર પ્રદેશનાં પૂર્વ CM નું લાંબી બિમારી બાદ નિધન

આ પણ વાંચો: ભારતમાં ઓમિક્રોન સંક્રમિત ડોક્ટરે જણાવી પોતાની સ્થિતિ, જાણો શું મળ્યા લક્ષણો

આ પણ વાંચો: તુલસી ગબાર્ડનો મોટો દાવો: કોરોના રિસર્ચ માટે વુહાન લેબને મળ્યા હતા લાખો ડોલર