Not Set/ ઘાટીમાં પાકની નાપાક હરકત ઉજાગર, પોલીસને મળ્યો 40 કિલો વિસ્ફોટક

પાકિસ્તાન તેની નકારાત્મક હરકતો સતત કરતુ રહ્યુ છે. તે સતત જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. સોમવારે જમ્મુ-કાશ્મીરનાં કઠુઆનાં બિલાવર વિસ્તારનાં દેવલ ગામનાં એક મકાનમાંથી પોલીસે સોમવારે આશરે 40 કિલો ગન પાવડર મેળવ્યો હતો. આ પહેલા આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સોમવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, બાલાકોટ સ્થિત […]

Top Stories India

પાકિસ્તાન તેની નકારાત્મક હરકતો સતત કરતુ રહ્યુ છે. તે સતત જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. સોમવારે જમ્મુ-કાશ્મીરનાં કઠુઆનાં બિલાવર વિસ્તારનાં દેવલ ગામનાં એક મકાનમાંથી પોલીસે સોમવારે આશરે 40 કિલો ગન પાવડર મેળવ્યો હતો.

આ પહેલા આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સોમવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, બાલાકોટ સ્થિત આતંકવાદી છાવણીને પાકિસ્તાને ફરી સક્રિય કરી દીધુ છે જેનુ કારણ 500 થી વધુ આતંકીઓ સરહદ પારથી ઘૂસણખોરીની રાહ જોઇ રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, જ્યારથી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે ત્યારથી પાડોશી દેશ પાકિસ્તાનને જાણે પેટમાં દુખાવો શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. તે ખીણમાં અશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યુ છે. આ જ ક્રમમાં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો સરહદ પારથી આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અગાઉ પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતું રહ્યું છે. રવિવારે પણ સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની સાથે પુંછ જિલ્લાનાં મેંઢર સેક્ટરમાં મોર્ટાર ફાયરિંગની સાથે યુદ્ધ વિરામનું ઉલ્લઘન કરવામા આવ્યુ. જોકે, ભારતીય સેનાએ પણ સરહદ પારથી અવિરત ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો હતો. મળતી માહિતી મુજબ પૂંછનાં શાહપુર અને કર્ણી સેક્ટરને પણ નિશાનો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.