Not Set/ લખનઉમાં અનિયંત્રિત મિની ટ્રક પડી નહેરમાં, 7 બાળકો થયા ગૂમ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ રાયબરેલી બોર્ડર પર ગુરુવારે સવારે યાત્રીઓથી ભરેલી મિની ટ્રક ઈંન્દિરા નહેરમાં ખાબકી ગઇ હતી. આ દુર્ઘટનામાં 7 બાળકો ગૂમ થયા હોવાનું હાલમાં સામે આવી રહ્યુ છે. જેમા 5 છોકરા અને 2 છોકરી છે. દુર્ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસ અને તંત્રની ટીમ પહોચી ગઇ અને બચાવ કાર્યને ગતી આપી. બાળકોની શોધ માટે […]

India

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ રાયબરેલી બોર્ડર પર ગુરુવારે સવારે યાત્રીઓથી ભરેલી મિની ટ્રક ઈંન્દિરા નહેરમાં ખાબકી ગઇ હતી. આ દુર્ઘટનામાં 7 બાળકો ગૂમ થયા હોવાનું હાલમાં સામે આવી રહ્યુ છે. જેમા 5 છોકરા અને 2 છોકરી છે. દુર્ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસ અને તંત્રની ટીમ પહોચી ગઇ અને બચાવ કાર્યને ગતી આપી. બાળકોની શોધ માટે એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. જ્યા તેમણે બાળકોને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

આ દુર્ઘટના સવારે બની હતી, આ મિની ટ્રકમાં જઇ રહેલા લોકો બારાબંકીનાં લોની કટરા થાના વિસ્તારનાં રહેવાસી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, મિની ટ્રકમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગથી પરત ફરી રહ્યા હતા. મધ્ય રાત્રીએ નગરામ થાના વિસ્તારમાં પટવા ખેડા ગામની નજીક આ મિની ટ્રક અચાનક અનિયત્રિત થઇને ઈંન્દિરા નહેરમાં ખાબકી ગઇ હતી. ઘટના સમયે આ ગાડીમાં 29 લોકો સવાર હતા. મહિલા અને પુરુષોને નહેરમાંથી નિકાળી દેવામાં આવ્યા છે, પરંતુ 7 બાળકો હજુ સુદી ગૂમ થયા હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જેની શોધમાં પોલીસ અને એસડીઆરએફની ટીમ કાર્યરત થઇ ગઇ છે.

દુર્ઘટના વિશે જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યુ કે, રેસ્ક્યૂ ઓપરેશનમાં એનડીઆરએફ અને એસડીઆરએફ  ટીમોની મદદ લેવામાં આવી રહી છે. પાણીમાં ઉંડાણ સુધી જઇ શકે તેમના દ્વારા બોડી રેસ્ક્યૂનું અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આ સાથે નહેરનો ફ્લો ઓછો કરવામાં આવ્યો છે. જેથી જલ્દી જ બોડીને રેસ્ક્યૂ કરી શકાય. દુર્ઘટના બની તે જગ્યાએ એમ્બ્યુલંન્સ તથા અન્ય સુવિધાઓ પહોચાડવામાં આવી છે.

આ દુર્ઘટના પર આઈજી રેંજ લખનઉ એસકે ભગતે જણાવ્યુ કે, 29 લોકોને લઇને જઇ રહેલુ વાહન નિયંત્રણ ખોઇ બેસતા નહેરમાં ખાબકી ગયુ. જેમા સવાર 22 લોકોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ ગૂમ થયેલા 7 બાળકોની શોધખોળમાં લાગી ગઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.