Rajkot News/ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે આપ્યું નિવેદન

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે, ‘દરેક રાષ્ટ્ર પોતાની સુરક્ષા અને કાયદાકીય માળખાને ધ્યાનમાં રાખીને ડિપોર્ટેશનની કાર્યવાહી કરતું હોય છે.’

Top Stories Gujarat Rajkot

Rajkot News : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટની મુલાકાત દરમિયાન અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દરેક રાષ્ટ્ર પોતાની સુરક્ષા અને કાયદાકીય માળખાને ધ્યાનમાં રાખીને ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે. આ એક સાર્વભૌમ અધિકાર છે, જેના પર અન્ય કોઈ રાષ્ટ્ર વિશેષ ટિપ્પણી કરી શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત પણ ગેરકાયદેસર રીતે વસતા વિદેશી નાગરિકોને તેમના વતન પરત મોકલે છે.

રાજકોટની મુલાકાત દરમિયાન મંત્રી મનસુખ માંડવીયાએ સ્થાનિક મુદ્દાઓ પર પણ વાત કરી હતી. તેમણે ઘેડના લોકોની સમસ્યાને સંવેદનશીલ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ મુદ્દો રાજકીય નથી. ઘેડના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે બજેટમાં 170 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

આ ઉપરાંત, તેમણે 2036માં ભારતમાં યોજાનાર ઓલિમ્પિક રમતો વિશે પણ વાત કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સમક્ષ રસપત્ર રજૂ કરી ચૂક્યું છે અને રમતોના આયોજન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોના આયોજન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન, ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 332 ભારતીયોને તેમના વતન પરત મોકલવામાં આવ્યા હતા, જેમાં 74 ગુજરાતીઓનો સમાવેશ થતો હતો. આ ઘટનાએ દિલ્હી અને ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો હતો. ડિપોર્ટ કરાયેલા લોકોને ફ્લાઈટમાં હથકડ્ડી પહેરાવીને વતન મોકલવામાં આવ્યા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે વિપક્ષે સરકારની ટીકા કરી હતી અને જવાબ માંગ્યા હતા. ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બે વખત ડિપોર્ટ થયો અને રશિયાની જેલમાં પણ રહ્યો, અંતે નકલી પાસપોર્ટ પર USA પહોંચ્યો

આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ ત્રીજી ફલાઈટમાં પરત ફર્યા

આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ 4 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા