ભારે વરસાદ/ રાજ્યમાં સાર્વત્રિક મૂશળધાર વરસાદ ,વલસાડના ધરમપુરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ભારે વરસાદ પડતાં ફરીવાર ચોમાસું ગુજરાતમાં સક્રીય થયું છે ,સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી 104 તાલુકામાં મૂશળધાર વરસાદ પડ્યો છે

Top Stories

લાંબા વિરામ બાદ મેઘરાજે ફરીએકવાર  ધમાકેદાર એન્ટ્રી થઇ છે હવે સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ પડયો છે  વરસાદ પડતાંની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકમાં આનંદ છવાઇ ગયો હતો .સૈારાષ્ટ્રના 40 તાલુકા હળવા અને અતિભારે વરસાદ પડયો છે ,સૈાથી વધારે લીલીયા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે,લિલિયાની બજારોમાં  પાણી ભરાઇ ગયો હતો ,અમરેલી જિલ્લામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગરનાં મહુવામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં ભારે વરસાદ પડતાં ફરીવાર ચોમાસું ગુજરાતમાં સક્રીય થયું છે ,સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી 104 તાલુકામાં મૂશળધાર વરસાદ પડ્યો છે. 3 તાલુકામાં 3 થી 5.5 ઇંચ વરસાદ અને 4 તાલુકામાં 2 થી 4 ઇંચ,7 તાલુકામાં 1થી2 ઇંચ,અને અન્ય તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જયારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ મહેરામણ કરી છે ,વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા ,આ કતે ધઉષ્કાળ જેવી સ્થિતિ નિર્મણ પામી હતી તે પહેલા જ ફરીવાર મેધરાજે ધમાકેદાર દસ્તક આપી છે .દક્ષિણ ગુજરાતના વલસાડમાં સારો વરસાદ પડવાના સમનાચાર આવ્યા છે ,વલસાડના પારડીમાંં 4.4 ઇંચ વરસાદ પડ્યો છે. જયારે વલસાડના ધરમપુરમાં સૈાથી વધુ વરસાદ ધરમપુરમાં પડ્યો છે ત્યાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે.