બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવનારી ઉર્વશી રૌતેલા ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાની છે. જણાવી દઇએ કે, ઉર્વશીએ સૌ પ્રથમ તેની કારકિર્દી તરીકે મોડલિંગની પસંદગી કરી હતી. તે પછી તે આ ક્ષેત્રમાં આગળ વધતી રહી. આ વર્ષે, ઉર્વશી રૌતેલાએ ધમાકેદાર શરૂઆત કરી છે.

ઉર્વશી રૌતેલાને વિશ્વની ટોપ 10 સેક્સીએસ્ટ સુપર મોડલ્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ સફળતા ઉર્વશી રૌતેલા માટે મોટી છલાંગ માનવામાં આવે છે. ગ્લેમર વર્લ્ડની આઇકોનિક વેબસાઇટમાંની એક, ઇ-વેબસાઇટ ટાઇમ્સ પેજન્ટ્સે આ યાદીમાં ઉર્વશીની સાથે વિશ્વના 10 સુપરમોડલ્સનો સમાવેશ કર્યો છે.

તેમાં આંતરરાષ્ટ્રીય સુપરમોડેલ ઇરીના શાય્ક, સારા પિન્ટો જેવા નામો શામેલ છે. યાદીમાં, ઉર્વશી રૌતેલાને મિસ ટીન ઇન્ડિયા, મિસ એશિયન સુપરમોડેલ ઈન્ડિયા, ઈન્ડિયન પ્રિન્સેસ, મિસ ક્વીન ઓફ ધ યર ઈન્ટરનેશનલ, ઈન્ડિયા મિસ ટૂરિઝમ ક્વીન ઓફ ધ યર, ઈન્ટરનેશનલ વર્લ્ડ અને મિસ દીવા યુનિવર્સ જેવા ઘણા ખિતાબ જીતનારા સૌથી યુવા મોડેલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં જિયો સ્ટુડિયો સાથે ત્રણ મોટી ફિલ્મો પણ સાઇન કરી છે. હવે તેને વિશ્વનાં ટોપ 10 સુપર મોડલ્સમાં શામેલ કરવામાં આવેલ છે. એમ કહી શકાય કે ઉર્વશી રૌતેલા માટે, વર્ષની શરૂઆત એક મોટી ધમાકેદાર રહી છે.

આપને જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર, ઉર્વશી રૌતેલાએ શુક્રવારે TOP 10 World’s Sexiest Super Model 2021 ની યાદીમાં જોડાવાની વાત શેર કરી હતી. ઉર્વશી રૌતેલાનાં તેના ઇન્સ્ટાગ્રામ પર 34 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું વિશ્વનાં ટોચનાં 10 સૌથી આકર્ષક સુપર મોડલ્સની યાદીમાં આવી છું અને આ માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું.’

ઉર્વશી રૌતેલાએ આગળ લખ્યું કે, ‘હું ભગવાનનાં કસમ કહુ છું, મને આશ્ચર્ય થયું છે કારણ કે મને જાણ નથી કે આ કેવી રીતે કરનારી પહેલી મહિલા બની છે. મેં પોતાની છબી, લૂક અથવા અપીયરન્સમાં કોઇ બદલાવ કર્યો નથી.’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
