Photos/ ઉર્વશી રૌતેલાએ શેર કર્યા દેશી લુકમાં ફોટોઝ, તેની કાતિલ નજરના દીવાના થયા ચાહકો

તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે, આંખો કી ગુસ્તાખિયાં માફ હો…

Entertainment

ઉર્વશી રૌતેલા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે, જે ઘણી વખત તેની સ્ટાઇલને કારણે ચર્ચાઓમાં રહે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે, આંખો કી ગુસ્તાખિયાં માફ હો… આંખો કી ગુસ્તાખિયાં માફ હો.. એક ટક તુમ્હેં દેખતી હૈ…. જો બાત તુમસે કહેના ચાહેં ઝુબાં….તુમસે યે વો કહેતી હૈ… ઉર્વશીની આ તસવીરો અત્યાર સુધી 4 લાખ લોકો જોઈ ચૂક્યા છે. ફૅન્સ તેના પર કમેન્ટ્સ કરીને પણ એના વખાણ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/CI-QxHuhVsL/?utm_source=ig_web_copy_link

ઉર્વશી રૌતેલી આ તસવીરોમાં દેસી અંદાજમાં જોવા મળી રહી છે, જેમાં તેની સુંદરતા ઝળકી રહી છે. ફોટોમાં ઉર્વશી રેડ કલરના સલવાર સૂટમાં નજર આવી રહી છે. આ સલવાર સૂટ પર ગૉલ્ડન વર્ક એની જેમ ચમકી રહ્યું છે. તેમ જ એક્ટ્રેસ સૂટ પર હેવી જ્વેલરી પહેરી છે. સાથે જ એનો મેકઅપ એના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. સાથે જ ઉર્વશીએ તેના વાળને સંપૂર્ણપણે બાંધી દીધા છે, જે તેની આખી સ્ટાઇલમાં એકદમ ફ્રેશ લુક આપે છે. આ દરમિયાન એના કાતિલ પૉઝ, ફૅન્સને ઘાયલ બનાવી રહી છે. ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.

ઉર્વશી રૌતેલાને હાલમાં જ અરબના પ્રખ્યાત મેગેઝિન સોલના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા. જેમાં તે રણમાં ઉભા રહીને પોઝ આપતી જોવા મળી હતી. તો બીજા વીડિયોમાં તે રણમાં દોડતી જોવા મળી હતી.

https://www.instagram.com/p/CIpeevZBf2L/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CIpyNYKhQPG/?utm_source=ig_web_copy_link

 

ઉર્વશી રૌતેલા તાજેતરમાં જ ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ માં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાનું વીડિયો સોંગ ‘વો ચાંદ કહા સે લાઓગી’ પણ તાજેતરમાં રિલીઝ થયું છે. તેનું બીજું એક વીડિયો ગીતો ‘તેરી લોડ વે’ પણ રિલીઝ માટે તૈયાર છે. એટલું જ નહીં, તેની તેલુગુ અને હિન્દી થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝ’ નું શૂટિંગ પણ તાજેતરમાં જ સમાપ્ત થઈ ગયું છે.

આ પણ વાંચો :આ નવા અવતારમાં જોવા મળી ભોજપુરી સ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા

આ પણ વાંચો : બોલિવૂડ માટે દુખદ રહ્યું 2020 : હવે યાદો અને ફોટામાં જ રહી જશે આ દિગ્ગજ સ્ટાર્સ

આ પણ વાંચો :‘મર્ડર 2’ એક્ટ્રેસ સુલગના પાનીગ્રહીએ આ કોમેડિયન સાથે કર્યા લગ્ન, જુઓ ફોટો

આ પણ વાંચો : હિના ખાને પિંક અને ઓફ વ્હાઇટ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…