બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના લૂક માટે જાણીતી છે. ઉર્વશીની સુંદરતાના લાખો ચાહકો છે. લોકો સોશ્યલ મીડિયા પર પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉર્વશીનું નામ એ અભિનેત્રીઓમાંનું એક છે, જે હંમેશાં કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન ઉર્વશીએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું છે કે તેણે ‘સ્ત્રી શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2021’ જીત્યો છે. ઉર્વશીની બંને સોશિયલ મીડિયા પોસ્ટને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. ઉર્વશીને આ એવોર્ડ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના હાથે મળ્યો
ઉર્વશીએ એવોર્ડ શોનો એક વીડિયો અને કેટલાક ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્ય્યરી સાથે કેટલીક તસવીરો શેર કરતી વખતે, ઉર્વશીએ લખ્યું કે ‘મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા રાજ્ય શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2021 એનાયત કરાયો હતો. ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે ઉર્વશી સોનેરી બોર્ડર અને મેચિંગ સ્લીવલેસ ગોલ્ડન બ્લાઉઝવાળી ક્રીમ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉર્વશીએ સુવર્ણ બંગડીઓવાળી ઘેરી ગોલ્ડન ઇયરિંગ્સ પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.અને સલવાર પહેરી છે. કોરોના ના કારણે તેણે માસ્ક પણ પહેર્યો છે.
અભિનેત્રીએ બોલિવૂડમાં સની દેઓલ અને અમૃતા રાવ અભિનીત ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હની સિંહના ગીત ‘લવ ડોઝ’ માં આવ્યા પછી ઉર્વશીને ઓળખ મળી, જ્યાં તેણે તેના ડાન્સ મૂવ્સથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા. હજી સુધી તે સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4, પાગલપંતી અને તાજેતરમાં વર્જિન ભાનુપ્રિયા જેવી બોલિવૂડ મૂવીઝનો ભાગ રહી ચૂકી છે.
https://www.instagram.com/p/CQqEP_5h4M0/
