ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં ગ્લેશિયર ફાટવાની ઘટના અંગે અમેરિકા અને ફ્રાન્સે દુ:ખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાથી 10 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. 30 લોકો તપોવનની એક ટનલમાં ફસાયા હોવાની આશંકા છે. આઈટીબીપી રાતોરાત બચાવ કામગીરી ચલાવશે. અત્યાર સુધી 25 લોકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

અમેરિકાએ કહ્યું કે” હિમનદી ફાટવા અને ભારતમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો પ્રત્યે અમને ઊંડી સંવેદના છે. અમે મૃતકોના પરિવાર અને મિત્રોના શોકમાં શામેલ છી,ઇજાગ્રસ્તો તાત્કાલિક સ્વસ્થ થવાની આશા છે.”
Cricket / ભારતીય ટીમ મુશ્કેલીમાં, ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યા સુધી સ્કોર રહ્યો 257/6
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ઉત્તરાખંડ પ્રાંતમાં હિમનદી ફાટવાના કારણે 100 થી વધુ લોકો ગુમ થયા હતા, ફ્રાંસ ભારત સાથે સંપૂર્ણ એકતાની લાગણી વ્યક્ત કરે છે. અમારી અને તેમના અને તેમના કુટુંબો પ્રત્યે ઊંડી સંવેદના છે.”

Covid-19 / રાજ્યમાં કોરોનાનાં કેસની સંખ્યામાં નોંધાઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ
હજી 150 થી વધુ મજૂરો ગુમ
ઋષિગંગા ખીણમાં અચાનક આવેલા ભારે પૂરને કારણે રવિવારે ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયો હતો. આનાથી ત્યાં બે હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા ઓછામાં ઓછા દસ લોકોનાં મોત નીપજ્યાં છે અને 150થી વધુ મજૂરો ગુમ થયા છે.પ્રભાવિત ક્ષેત્રની મુલાકાત લઇને પરત ફરેલામુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે દહેરાદૂનમાં સાંજે જણાવ્યું હતું, કે અસરગ્રસ્ત વિસ્તારનો આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે સેના, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ, એનડીઆરએફ, એસડીએફ અને પોલીસ બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલા છે અને કામદારો અટવાયેલા તપોવન વિસ્તારમાં આવેલી બે ટનલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતરની પણ જાહેરાત કરી હતી.
Political / નિર્મલા સીતારમણની મુંબઈ મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ બતાવ્યા કાળા ઝંડા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
