Not Set/ કુંભ મેળો ૨૦૧૯ : કટરાથી પ્રયાગરાજ સુધીની બસની સેવા કરાઈ ચાલુ

ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક કુંભના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી પ્રયાગરાજમાં જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. Uttar Pradesh: Direct bus services from #Prayagraj to #Katra in Jammu and Kashmir started. pic.twitter.com/BjDs9fdmUi— All India Radio News (@airnewsalerts) January 8, 2019 કુંભના આ મેળામાં દેશ-વિદેશથી મહેમાનો આવે છે અને પ્રયાગમાં ડૂબકી લગાવે […]

Top Stories India Trending
kumbh banner કુંભ મેળો ૨૦૧૯ : કટરાથી પ્રયાગરાજ સુધીની બસની સેવા કરાઈ ચાલુ

ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક કુંભના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી પ્રયાગરાજમાં જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે.

કુંભના આ મેળામાં દેશ-વિદેશથી મહેમાનો આવે છે અને પ્રયાગમાં ડૂબકી લગાવે છે. જમ્મુ-કાશ્મીરના લોકો પણ આ કુંભનો આનંદ લઇ શકે તે માટે પ્રયાગરાજથી કટરા સુધીની બસની સેવા ચાલુ કરી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં ભવ્ય કુંભના મેળાને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે. પ્રદેશ સરકાર અને રાજ્યના મંત્રી વિવિધ રાજ્યોમાં જઈને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આમંત્રણ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ વિડીયો દ્વારા દેશ-વિદેશના લોકોને કુંભના મેળાનું આમંત્રણ આપ્યું છે.

ઉત્તર પ્રદેશ પર્યટન હેઠળ બુલા રહા હે કુંભ...હેઠળ ચાર વિડીયો શેર કરવામાં આવ્યા છે જેમાં બીગ બી આ મેળા સાથે જોડાયેલી પોતાની યાદો અને તેનું મહત્વ કહી રહ્યા છે. બુલા રહા હે કુંભ.શીર્ષક હેઠળ બુલા રહા હે કુંભ…ના ચાર વિડીયો શેર કરવામાં આવ્યા છે.

કુંભના મેળા સાથે બીગ બીની આ યાદો છે સંકળાયેલી

બીગ બીએ કુંભ સાથેની પોતાની યાદોને તાજા કરતા કહ્યું કે મારું તો બાળપણ જ પ્રયાગરાજમાં વીત્યું છે.સ્વરે ચાર વાગ્યે ઉઠીને અમે સંગમમાં સ્નાન કરવા માટે પહોચી જતા હતા.પુલ જોઇને અમે બધા વિચારતા હતા કે આટલા બધા લોકોનો બહાર કેવી રીતે ઉઠાવી લે છે. પરંતુ મોટા થયા પછી વિજ્ઞાન જનતા થયા પછી ખબર પડી.સચેમાં અદ્ભુત છે કુંભ !

કુંભના મેળાને યુનેસ્કોએ આપ્યું છે આ સમ્માન 

ચોથા વિડીયોમાં બીગ બીએ કુંભના મેળાનું વૈશ્વિક મહત્વની જાણકારી આપતા કહ્યું કે યુનેસ્કોએ કુંભને વિશ્વનું સૌથી મોટું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ઘોષિત કર્યું છે જે આખા દેશ માટે ગર્વની વાત છે.