vadodra/ FB પર દોસ્તી કર્યા બાદ પરિણીત મહિલાને નારાધમે બનાવી હવસનો શિકાર

મળતી માહિતી અનુસાર, એક વર્ષ પહેલા ગોરવા વિસ્તારમાં રહેતા જુબેર પઠાણ નામના યુવકે ફેસબુક પર એક પરિણીત મહિલા સાથે દોસ્તી કરી હતી. બંને ફેસબુક પર વાતો કરતા હતા.

Gujarat Vadodara

વડોદરામાં એક યુવક દ્વારા ફેસબુક પર પરિણીતા સાથે મિત્રતા કર્યા બાદ તેને બ્લેકમેલ કરીને બળાત્કાર કરવાનો કેસ નોંધાયો છે. યુવક પરિણીત મહિલાનો અશ્લીલ વીડિયો ઉતારી અને વાયરલ કરવાની ધમકી આપતો હતો. અંતે તેને પરેશાન થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ મહિલા પીએસઆઈએ યુવકની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, એક વર્ષ પહેલા ગોરવા વિસ્તારમાં રહેતા જુબેર પઠાણ નામના યુવકે ફેસબુક પર એક પરિણીત મહિલા સાથે દોસ્તી કરી હતી. બંને ફેસબુક પર વાતો કરતા હતા. આ દરમિયાન જુબેરે પરિણીત મહિલાને વિશ્વાસમાં લીધી અને તેનો નંબર લીધો. ત્યારબાદ બંને મોબાઇલ પર વાતો કરતા હતા. પરિણીત મહિલાએ પોલીસને જણાવ્યું કે જુબેર વિશ્વાસમાં લીધા બાદ તેના ફ્લેટમાં પહોંચ્યો હતો. તે તેના પતિ સાથે ફ્લેટના ઉપરના માળે રહેતી હતી. જ્યારે તેના સસરા નીચે રહેતા હતા. જ્યારે પતિ ઘરે ન હતો ત્યારે જુબેર તેની મળવા આવતો હતો.

તેણે મોબાઈલમાં તેના ઘણા વીડિયો અને તસવીરો લીધી હતી. જે બાદ તેણે તેની સાથે શારીરિક સંબંધની માંગણી શરૂ કરી હતી. જો આવું નહીં કરે તો તે તેને વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. જેના કારણે તે ખૂબ મૂંઝવણમાં પડી ગઈ હતી. તેનો ફાયદો ઉઠાવીને જુબેરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે જુબેરે તેની સાથે ધમકી આપી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

પરિણીત મહિલાએ પોલીસને જણાવ્યું કે જુબેરે તેના મોબાઈલમાં તેનો નગ્ન ફોટો લીધો હતો. આ ફોટા તેના પતિને બતાવવાની ધમકી આપીને તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એક દિવસ તેનો પતિ ઘરે આવ્યો અને તેણે મોબાઈલ જોઇને ચોંકી ગયો. પરિણીત મહિલાનું કહેવું છે કે જુબેર નામનો યુવક તેને બ્લેકમેલ કરે છે. પતિની હિંમત બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ યુવકની ધરપકડ કરી છે. તેનો મોબાઇલ પણ કબજે કર્યા બાદ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…